કલોલમાં બે જૂથો બાખડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, વીડિયો વાઈરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે મતદાન વચ્ચે કલોલ બેઠક પર માહોલ ગરમાયું છે કલોલમાં 38 વિધાનસભા બેઠક માટે મતદાન કરવામાં આવી રહ્યું હતુ તેની માટે સંત અન્ના સ્કુલના વોટિંગ બુથની બહાર ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે બુથ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. જ્યાં વિરોધ કરતા મામલો ગરમાયો હતો જે બાદ વાત ઝપાઝપી પર પહોંચી ગઈ હતી.
કલોલ 38 વિધાનસભા બેઠક પર સવારથી શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું હતુ જે બાદ મતદાન બુથની નજીક એક ટેબલ પર બેઠેલા લોકો મતદારોને ચોક્કસ એક પક્ષને વોટ આપવાનું કહી રહ્યા હોવાના આક્ષેપ સાથે બળદેવ ઠાકોરે વિરોધ કર્યો હતો. જે બાદ ટેબલ હટાવવાનું કહેતા વિરોધ પક્ષ દ્વારા પહેલા બોલાચાલી બાદ ગાળાગાળી શરૂ થઈ હતી. ત્યાર બાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. અને ગાળાગાળી ચાલુ થઈ હતી.
આ પણ વાંચો: પાલનપુર : ડીસામાં નવ પરિણીત યુગલે સંસારની કેડીએ પગ માંડતા પહેલા મતદાન બુથ પર પગમાંડી કર્યું મતદાન
આ ઘટના બાદ પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કલોલમાં બે જૂથો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ કલોલની જનતા સહિત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચે અસભ્ય વર્તનને કારણે માહોલ ગરમાયો હતો.