ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગમધ્ય ગુજરાત
વેપારીઓનો અનોખો પ્રયોગ : મતદાન કરો અને ડિસ્કાઉન્ટ મેળવો
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો પૂરો થવા આવ્યો છે, ત્યારે 3 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં 50.21 ટકા જેટલું મતદાન થયું છે, તેમાં પણ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં સૌથી ઓછું 44.67 જેટલું મતદાન થયું છે, ત્યારે મતદાનને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદના વેપારીઓ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરની જનતા વધુ મતદાન કરે તે માટે અમદાવાદના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા મતદાનનું ચિહ્ન બતાવવા પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : મતદાન પછી કિટલી પર ચાની ચુસ્કી લેતા મુખ્યમંત્રીએ લોકોને કહી આ વાત
અમદાવાદમાં આ જગ્યાએ મતદાનની નિશાની બતાવવા પર મળશે ડિસ્કાઉન્ટ
- અમદાવાદના વિરાટનગર વિસ્તારના વેપારી દ્વારા એક મતદારને 5 અથવા 15 લીટર તેલની ખરીદી 50 રુપિયાની છૂટ આપવામા આવી હતી.
- આ સિવાય અમદાવાદના એસપી રિંગરોડ પર આવેલી આંગન ગાર્ડન રેસ્ટોરંટે ખાસ ઓફર બહાર પાડી છે. જે મુજબ મતદાન કરેલી આંગળી બતાવવા પર ફૂડ બિલ પર 25 % ની છુટ મળશે, તેવી જાહેરાત કરવામા આવી છે. આંગન ગાર્ડનની આ ઓફર આજે અને આવતીકાલ સુધી રહેશે.
- આ સિવાય એલિસબ્રીજ વિસ્તારમાં ચાય પે ચર્ચા નામના એક કેફે દ્વારા વોટિંગનુ નીશાન બતાવવા પર 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમની આ ઓફર 15 ડિસેમ્બર સુધી માન્ય રહેશે.