ગુજરાતચૂંટણી 2022

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ, ‘ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે’

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં આજે અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી દીધુ છે. ત્યારે આજે અમદાવાદ નરોડાથી કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમને ચૂંટણીપંચ પર ગંભીર આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આજે ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં અનેક જગ્યાએ EVM મશીન ઓટકાઇ જવાની ફરિયાદો ઉઠી હતી. તો બીજી તરફ EVM મશીનને લઇને કોંગ્રેસ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. તેમણે ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે. જેથી ભાજપના ઇશારે કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ચૂંટણી પંચની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ, જ્યારે કોંગ્રેસના બુથો પર મશીન ધીમા ચાલે છે. બીજાના બુથો પર મશીન બરાબર ચાલે છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર- humdekhengenews

આ પણ વાંચો :બનાસકાંઠા: કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રજૂઆત પછી મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તરત જ તપાસ

જગદીશ ઠાકોરે લગાવ્યા ગંભીર આરોપો

જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ ચૂંટણીપંચ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ” મતદાન થવું જ જોઈએ, મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને ગમતી પાર્ટીને પસંદ કરે. મતદાન સારું થઈ રહ્યું છે, પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ. કોંગ્રેસના બુથો છે ત્યાં મશીન ધીમા ચાલે છે. બીજાના બુથો છે ત્યાં મશીન બરાબર ચાલે છે. આ કેવું ચૂંટણી પંચ છે, આ કેવી વ્યવસ્થા છે, જેના પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે. જ્યારે પોલીસ પર આરોપો લગાવતા જગદિશ ઠાકોરે કહ્યું કે, પોલીસના અધિકારીઓ ફોન બંધ કરીને બેસી જાય છે. અમારા મતદાન બુથોમાં ધીમું મતદાન ચાલે છે. અમે ફરિયાદો કરીએ એનો કોઈ નિકાલ નથી આવતો. ક્યાંય કાયદો કે ચૂંટણી પંચ છે નહીં.આ સવાલો ઊભા થાય છે.સાથે જ તેમણે કહ્યું કે, PM મોદીએ વોટ નાખતા પહેલા કરેલા રોડ શો અંગે પણ અમે ફરિયાદ કરીશું”.

Back to top button