ગુજરાતમાં ભાજપની હાર થશે કે જીત ? જાણો-અખિલેશ યાદવે શું કર્યો દાવો
યુપીમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો છે. યુપી પેટાચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે.
मुझे उम्मीद है कि भाजपा गुजरात में बुरी तरह हारेगी: गुजरात विधानसभा चुनाव पर : समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव#GujaratAssemblyPolls pic.twitter.com/xFcl50P83B
— ANI_HindiNews (@AHindinews) December 5, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર SP ચીફ અખિલેશ યાદવની પ્રતિક્રિયા મૈનપુરીમાં આવી છે. જ્યારે SP ચીફ વોટ આપીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી પર તેમણે કહ્યું કે, મને આશા છે કે ગુજરાતમાં ભાજપ ખરાબ રીતે હારી જશે.
યુપીની પેટાચૂંટણીમાં સપાની સારી જીત થશે
વોટિંગ બાદ સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, “મને આશા છે કે સમાજવાદી પાર્ટીની સારી જીત થશે. 2024ની શરૂઆત પણ થશે પરંતુ સૌથી મોટી વાત એ છે કે નેતાજી આ વિસ્તારમાં કામ કરતા રહ્યા છે. આ નેતાજીનો વિસ્તાર રહ્યો છે. “નેતાજીને યાદ કરીને , લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે.”
જ્યારે વોટ આપ્યા બાદ SP ચીફે કહ્યું કે, “ચૂંટણી શરૂ થઈ એ દિવસથી જ વહીવટીતંત્ર કોના આદેશ પર કામ કરી રહ્યું છે. નોમિનેશનના દિવસે ફિલ્મી સ્ટાઈલમાં વાહનો રોકવામાં આવ્યા હતા. SPને વોટ ન કરવા દેવા જોઈએ, તેવું પોલીસને કહેવામાં આવ્યું હતું.” મતદાન ન કરવા માટે તમામ પેંતરા અજમાવવામાં આવી રહ્યા છે. પોલીસ દરેક ચાર રસ્તા પર મોટી સંખ્યામાં ઉભી છે, લોકોને સભામાં ન આવવા દેવાનો પ્રયાસ કરી રહી છે.”
જણાવી દઈએ કે અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવે મૈનપુરી પેટાચૂંટણીમાં મતદાન કર્યું હતું. આ પછી મીડિયા સાથે વાતચીત કરી.