જાણો શેના આધારે EVM માં મતદારનો ક્રમ નક્કી કરવામાં આવે છે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી શરુ થઈ ચૂકી છે, ત્યારે ઘણા યુવાનો પહેલી વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે, તેથી જ્યારે EVM ને તેઓ પહેલી વખત જોતા હશે તો એક સવાલ ચોક્કસ થતો હશે કે EVM માં મતદારની યાદીનો ક્રમ કોણ નક્કી કરતું હશે ? તો આ સવાલનો જવાબ અમે તમને આપીશું અને જણાવીશું કે કયા આધારે મતદારોના ક્રમ નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો : વાઘોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે વિરોધ કરી મતદાન કર્યું
ચૂંટણી પંચ નક્કી કરે છે આ ક્રમ
સમગ્ર દેશમાં આ માટે કેન્દ્રીય કે રાજકીય ચૂંટણી પંચ દ્વારા કેટલાક ચોક્કસ નિયમો નક્કી કરેલા છે. જે અનુસાર ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સૌપ્રથમ તો રાષ્ટ્રીય પક્ષને પ્રાધાન્ય આપવામાં આવે છે. જેમાં કોંગ્રેસ, ભાજપ, એનસીપી જેવા પક્ષો હોય છે. આ રિકગ્નાઇઝ નેશનલ પાર્ટી હોય છે. ત્યાર બાદ રાજ્ય સ્તરી પાર્ટીનું નામ આવે છે. ત્યાર બાદ અન્ય પક્ષોને સ્થાન આપવામાં આવે છે.
બીજી કેટેગરીમાં એવા પક્ષના નેતાને ઉમેદવાર રાખવામાં આવે છે. જે પક્ષની નોંધણી રાજ્ય સ્તરે થયેલી છે. આ એવા પક્ષો છે જે કોઇ રાજ્યમાં પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હોય છે. હાલ તો આ કેટેગરીમાં રાષ્ટ્રીય પાર્ટી તરીકેના ધારાધોરણ ન હોય તેવી પાર્ટીનો સમાવેશ થાય છે. જેમાં આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
ત્રીજી કેટેગરી એટલે કે અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. અપક્ષ ઉમેદવારોને રાષ્ટ્રીય પક્ષ કરતા અલગ નિશાન આપવામાં આવે છે.
લોકસભા અને રાજ્યસભામાં વર્ણમાલા અનુસાર મળે છે ક્રમ
આ સિવાય રાષ્ટ્રીય પાર્ટીઓ પણ વધારે હોય તેવા કિસ્સામાં ઉમેદવાર અને પાર્ટી કઇ રીતે ઉપર નીચે થાય છે ? તે વિશે જાણીએ. આ કિસ્સામાં લોકસભાની ચૂંટણી દરમ્યાન EVM માં હિન્દી વર્ણમાલા અનુસાર અ થી જ્ઞ સુધીના અક્ષરો અનુસાર ઉમેદવારોને ક્રમ આપવામાં આવે છે. ત્યાર બાદ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે રાજ્ય ભાષાની વર્ણમાલા અનુસાર ક્રમ મળે છે. આ સિવાય જો બે ઉમેદવારના નામ સરખા હોય તો ત્યાર બાદ તેમની અટકની વર્ણમાલાના આધારે તેઓ ઉપર નીચે થાય છે અને અટક પણ સરખી હોય તો ઉમેદવારના પિતાના નામ ધ્યાને લેવામાં આવે છે.