ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ડાયમંડ સિટીમાં ‘ધ બર્નિંગ બસ’, આગથી અફરાતફરી

Text To Speech

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સીટી બસમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

સુરતમાં સિટી બસમાં આગ
સુરતમાં સિટી બસમાં આગ

ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લુ કલરની સીટી બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી તે સમયે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી હતી.

બસમાં આગ લાગતા જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સુરતમાં બસમાં આગ

આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઇ ગઈ હતી.

Back to top button