ગુજરાતચૂંટણી 2022મધ્ય ગુજરાત

વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુશ્રીવાસ્તવ : “મારી ટિકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે”

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે શરૂ થયું છે. બીજા તબક્કામાં આજે 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેને લઇને ઉમેદવારો પોત પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા નિવેદનો આપી રહ્યા છે. ત્યારે વાઘોડિયા વિધાનસભાની બેઠકના બહુ ચર્ચીત ઉમેદવાર મઘુશ્રી વાસ્તવે મોટું નિવેદન આપ્યું છે.

બીજા તબક્કામાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક મોટા નેતાઓ વહેલી સવારમાં જ પરિવાર સાથે મતદાન કરવા પહોંચી ગયા હતા. અને નેતાઓએ દરેક નેતાઓ પાતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે વાઘોડિયા બેઠકના બહુ ચર્ચીત અપક્ષ ઉમેદવાર મધુશ્રીવાસ્તવે મતદાન કરતા પહેલા મોટું નિવેદન આપ્યું હતું. મધુશ્રીવાસ્તવે કહ્યું કે ‘મને આમ આદમી પાર્ટીનો સાથ મળી રહ્યો છે. કરણી સેના, શિવ સેના અને AAPના સાથથી હું આ ચૂંટણી જીતી લઈશ’.
વાઘોડિયા વિધાનસભા મધુશ્રીવાસ્તવ- humdekhengenews

આ પણ વાંચો  :અરવલ્લીના મોડાસામાં અનોખું મતદાન મથક બનાવવામાં આવ્યું, જાણો શું છે ખાસ

વાઘોડિયા સીટ પર ચતુષ્કોણીય જંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક એવી બેઠકો છે. જ્યા રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વડોદરાની વાઘોડિયા સીટ પણ સામેલ છે. વડોદરા જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ એવી વાઘોડિયા બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ જામ્યો છે. આ બેઠક પર મધુશ્રીવાસ્તવને ભાજપ તરફથી ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ તેમના બેબાક નિવેદનને કારણે હંમેશા ચર્ચામા રહેતાા હોય છે.

મધુશ્રીવાસ્તવનું મોટું નિવેદન

મધુશ્રીવાસ્તવે આજે વોટ આપતા પહેલા મોટુ નિવેદન આપત કહ્યું કે “મેં કોઈને હેરાન કર્યા નથી. વેપારીઓ અને દુકાનદારોને સતત સપોર્ટ કર્યો છે એટલે બધા મને સપોર્ટ કરે છે. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટી, કરણી સેના અને શિવ સેના છે. અમે બધા ભેગા મળીને આ બેઠક જીતી રહ્યા છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી”. મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું હતું કે “મેં ચૂંટણી પરિણામ સહિતનું બધુ બજરંગ બલી પર રાખ્યું છે. મારી ટિકિટ કાપનારાઓ પર બજરંગ બલીની ગદા ફરી વળશે. આના કારણે બધાને બોધ પાઠ મળી જશે. મને મારા બજરંગ બલી ભગવાન પર ભરોસો છે”.

Back to top button