ટ્રેન્ડિંગનેશનલ

ઉદયપુરમાં પહેલીવાર G-20 શેરપા સમ્મેલન, મહેમાનગતિથી વિદેશી મહેમાનો મંત્રમુગ્ધ

Text To Speech

ભારતની અધ્યક્ષતામાં G20 શેરપા સંમેલન રવિવારે શરૂ થઈ ગયું છે. 29 દેશના શેરપાઓ, રાજદૂતો અને વરિષ્ઠ પ્રતિનિધિઓએ પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત રાજસ્થાની લોકસંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો.

G-20 Summit Sherpa meeting
G-20 Summit Sherpa meeting

7 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો

29 દેશમાંથી આવેલા મહેમાનોને શેરપા બેઠકના માધ્યમથી રાજસ્થાનના પર્યટન સ્થળો, લોક કળા, સંસ્કૃતિથી પરિચિત કરવામાં આવશે. આ માટે ભારતના શેરપા અમિતાભ કાંતે રાજસ્થાન ટૂરિઝમ વિભાગ તરફથી આયોજીત અદભુત સાંસ્કૃતિ કાર્યક્રમોની સરાહના કરી.

પર્યટન વિભાગ તરફથી રવિવારની સાંજે હોટલ લીલાના શીશ મહેલમાં મહેમાનોને રાજસ્થાનની સંસ્કૃતિનો અનુભવ કરાવવા માટે ડેઝર્ટ સિમ્ફનીની ખાસ પ્રસ્તુતિ વિશઅવસ પ્રસિદ્ધ લોક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી. જેમાં લોક કલાકારોએ પારંપરિક વાદ્યયંત્રોની મધુર ધૂનોથી વિવિધ દેશોમાંથી આવેલા મહેમાનોનું દિલ જીતી લીધું. જેમાં રાજસ્થાનના વિભિન્ન સ્થળોએથી આવેલા લોક કલાકારોએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું.

પૂર્વ રાજસ્થાન પર્યટન વિભાગ તરફથી ઉદયપુરના મહારાણા પ્રતાપ એયરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત પણ મારવાડની પારંપરિક વેશભૂશા પહેરેલા લોક કલાકારોએ કર્યું હતું.

7 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

ઉદયપુરમાં આયોજીત G-20 શેરપા સમ્મેલનમાં આવેલા વિદેશી મહેમાનો સમક્ષ જગમંદિર પેલેસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કલર્સ ઓફ રાજસ્થાન’ માં પ્રદેશના વિભિન્ન લોક કલાકારો મનમોહક પ્રદર્શન કરશે.

 6 ડિસેમ્બરે ઉદયપુરના સિટી પેલેસમાં વિવિધ કળા શૈલીઓ પર આધારિત પ્રસ્તુતિ થશે. આવી જ રીતે ચોથા દિવસે એટલે કે 7 ડિસેમ્બરની સાંજે પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રણકપુરમાં થશે.

Back to top button