ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 57 બેઠક એવી કે જ્યાં એક જ સમાજના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો, 20 બેઠક બીજા તબક્કામાં
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 93 બેઠક માટે હાલ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે બીજા તબક્કામાં કુલ 20 બેઠક એવી છે જેમાં એક જ જ્ઞાતિના બે ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. બીજા તબક્કામાં બંને મુખ્ય હરીફ પાટીદાર હોય તેવી ઉંઝા, વિસનગર, મહેસાણા, અમદાવાદની નારણપુરા અને નડિયાદની બેઠક છે. ઠાકોર જ્ઞાતિના મુખ્ય ઉમેદવાર એકબીજા સામે ટકરાતા હોય તેવી 11 બેઠકો છે. ચૌધરી ઉમેદવારો સામસામે હોય તેવી ધાનેરા અને ખેરાલુ બેઠક છે. આ સિવાય નરોડા બેઠકમાં સિંધી ઉમેદવારો જ્યારે સાણંદ બેઠકમાં કોળી ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે. ચૂંટણીના બંને તબક્કામાં એક જ સમાજના ઉમેદવાર વચ્ચે સીધી મુખ્ય ટક્કર હોય તેવી કુલ 57 બેઠક હતી. આ પૈકીની 37 બેઠક પ્રથમ તબક્કામાં જ હતી.
વાંચોઃ વડાપ્રધાન મોદીએ સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું, PMની એક ઝલક મેળવવા લોકોની ભારે ભીડ
એક સમાજના ઉમેદવાર વચ્ચે સીધો મુકાલબલો
- પાટીદાર vs પાટીદારઃ ઉંઝા, વિસનગર, મહેસાણા, નારણપુરા, નડિયાદ.
- ઠાકોર vs ઠાકોરઃ વાવ, પાટણ, બહુચરાજી, મોડાસ, પ્રાંતિજ, દહેગામ,કલોલ, આંકલાવ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ.
- કોળી vs કોળીઃ સાણંદ
- ચૌધરી vs ચૌધરીઃ ધાનેરા, ખેરાલુ
- સિંધી vs સિંધીઃ નરોડા