હિંમતનગરના ગામડીમાં ગ્રામજનોમાં રોષ, મતદાન શરૂ થવામાં પણ લાગ્યો 1 કલાક
ગુજરાતમાં આજે વિધાનસભાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે સવારનાં 8.00 વાગ્યાથી જ મતદારો લાંબી લાઈનો લગાવી મત આપવા ઉભા રહી ગયા હતાં, ત્યારે રાજ્યનાં એક મતદાન મથક પર મતદાન મોડુ શરુ થયા હોવાના એહવાલો સામે આવ્યાં છે. આ મતદાન મથક સાબરકાંઠા જિલ્લાનું હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો : એક તરફ મતદારોમાં ઉત્સાહ તો બીજી તરફ રાજ્યમાં 3 જગ્યાએ ખોટકાયું EVM
હિંમતનગરના ગામડીમાં મોડુ શરૂ થયું મતદાન
મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો અત્યાર સુધી સાબરકાંઠામાં 5.26 ટકા જેટલું મતદાન થયું છે. પરંતુ સાબરકાંઠાના એક ગામમાં મતદાન મોડુ શરુ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગામડી ગામમાં મતદાન મોડુ શરૂ થયુ હતું. ગામડીમાં સવારે 8.00 વાગ્યાને બદલે 8:55 વાગે મતદાન શરુ કરવામાં આવ્યું હતું. EVMમાં એરર આવતા મતદાન મોડુ શરૂ થયુ હોવાનું લોકોનું કહેવું છે.
મોડુ મતદાન શરૂ થતા ગ્રામજનોમાં રોષ
સાબરકાંઠાના હિંમતનગરના ગામડીમાં મતદાન મોડુ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે આઠ વાગ્યાને બદલે 8:55 કલાકે મતદાન શરૂ થયુ હતું, જેને લીધે મોડુ મતદાન શરૂ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે EVMમાં ટેક્નિકલ ખામી આવતા મતદાન મોડુ શરુ કરવામાં આવ્યું હતું, બાદમાં EVM બદલવામાં આવ્યું હતુ જેને લીધે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
PM મોદીએ અચૂક મતદાન કરવા માટે કર્યો અનુરોધ
ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થયુ છે. જેમાં 833 ઉમેદવારનું ભાવિ નક્કી થવાનું છે. તે પહેલા સવારે વડાપ્રધાન દ્વારા ગુજરાતની પ્રજાને મતદાન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં પણ તેમણે ટ્વિટમાં ખાસ યુવાનો અને મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમને ટ્વિટમાં લખ્યું હતું કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.