વર્લ્ડ

પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં છ કામદારોના મોત

Text To Speech

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં કોલસાની ખાણમાં શક્તિશાળી ગેસ વિસ્ફોટમાં છ કામદારોના મોત થયા છે. આ અંગેના રિપોર્ટ અનુસાર હરનાઈ જિલ્લાના શાહરાગ કોલફિલ્ડમાં શનિવારે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તમામ કામદારો કોલસાની ખાણમાં કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ પછી, ખાણનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં તમામ ખાણિયાઓ ફસાઈ ગયા. બચાવ ટુકડીઓ અને અન્ય નજીકના ખાણકામ કામદારો ફસાયેલા લોકોને મદદ કરવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા.  તમામ મૃતકો સ્વાતના શાંગલા વિસ્તારના રહેવાસી છે.

બનાવ અંગે અપાયા તપાસના આદેશ

ઘટના અંગે ખાણના મુખ્ય નિરીક્ષક ગની બલોચે જણાવ્યું કે, ગેસ વિસ્ફોટ બાદ ખાણમાં લગભગ 1500 ફૂટ અંદર આગ લાગી હતી, જેના કારણે ખાણનું મોં બંધ થઈ ગયું હતું. તેમણે કહ્યું કે બચાવ દળોએ અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. એક મૃતદેહ હજુ પણ કાટમાળ નીચે દટાયેલો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે ખાણિયાઓ કોલસો કાઢી રહ્યા હતા. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરકઝાઈ આદિવાસી જિલ્લામાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં નવ કામદારો માર્યા ગયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

Back to top button