લો કરો વાત, અમદાવાદના 23 ઉમેદવારો બીજાને જીતાડવા મતદાન કરશે
અમદાવાદના 23 ઉમેદવાર પોતાને નહીં બીજાને જીતાડવા મતદાન કરશે. જેમાં રહેણાંક વિસ્તારમાંથી ચૂંટણી લડતા ન હોવાથી ખુદને મત આપી શકશે નહી. તેમાં સૌથી વધુ આપના 11, કોંગ્રેસના 8, ભાજપના 4 ઉમેદવારનો સમાવેશ થાય છે. તથા મતદારોને રીઝવવા માટે પ્રચાર કરતા આ 23 ઉમેદવારોએ ખુદને જ વોટ આપી શકશે નહીં તેવો સંયોગ બન્યો છે.
આ પણ વાંચો: અમદાવાદની દરેક બેઠક ભાજપ માટે “ઇમેજ”નો સવાલ, જાણો કેમ PM મોદીને રસ્તા પર ઉતરવું પડ્યું
23 ઉમેદવારોએ એક વોટ ગુમાવી દીધો
પાંચમી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના 63 ઉમેદવારો વચ્ચે સીધો જંગ લડાશે. પરંતુ તેમાંથી 23 ઉમેદવારોએ એક વોટ ગુમાવી દીધો છે. કેમકે તેઓ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેમનો રહેણાંક વિસ્તાર ન હોવાથી ઉમેદવારોને પોતાનો જ મત મળશે નહીં.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ આ રીતે જીતશે જંગ!
ઉમેદવારો અન્ય ઉમેદવારને જીતાડવા માટે વોટ આપશે
અમદાવાદ જિલ્લાની 21 બેઠકો માટે ઉમેદવારો પ્રચારમાં બરાબરના લાગી ગયા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 23 ઉમેદવારોએ એક વોટ ગુમાવવાનો વારો આવ્યો છે. આ 23 ઉમેદવારો અન્ય ઉમેદવારને જીતાડવા માટે વોટ આપશે. કેમ કે તમામ ઉમેદવારો તેમના રહેણાંક વિસ્તારના બદલે અન્ય વિસ્તારની વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે પ્રચાર કરતા આ 23 ઉમેદવારોએ ખુદને જ વોટ આપી શકશે નહીં.
આ પણ વાંચો: PM મોદી માતાને મળવા ગાંધીનગર પહોંચ્યા, આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન
આપના ઉમેદવાર ઘાટલોડિયામાં અન્ય ઉમેદવારને જીતાડવા મતદાન કરશે
સૌથી વધુ આમ આદમી પાર્ટી (આપ)ના 11 ઉમેદવારો, કોગ્રેસના 8 ઉમેદવારો અને ભાજપના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કઇ બેઠકનો કયો ઉમેદવાર કયાં મતદાન કરશેની વાત કરીએ તો નિકોલમાં ભાજપના ઉમેદવાર ઠક્કરબાપાનગરમાં, અસારવાના ભાજપના ઉમેદવાર દરિયાપુરમાં, ઘાટલોડિયામાં કોગ્રેસના ઉમેદવાર એલિસબ્રિજમાં, દરિયાપુરના કોગ્રેસના ઉમેદવાર જમાલપુરમાં, વટવાના કોગ્રેસના ઉમેદવાર સાણંદમાં મતદાન કરીને અન્ય ઉમેદવારને મત આપશે. તેવી જ રીતે ઠક્કરબાપાનગરમાં કોગ્રેસના ઉમેદવાર બાપુનગરમાં, વેજલપુરમાં આપના ઉમેદવાર એલિસબ્રિજમાં, જમાલપુરમાં આપના ઉમેદવાર દાણીલીમડામાં, દસ્ક્રોઇમાં આપના ઉમેદવાર ઘાટલોડિયામાં અન્ય ઉમેદવારને જીતાડવા મતદાન કરશે.