ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ આ રીતે જીતશે જંગ!
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાઇ રહ્યું છે. જેમાં વર્ષ 2015થી શરૂ થયેલા 2017 સુધીના વિવિધ સામાજિક આંદોલનમાંથી ઉભરી આવેલા ત્રણ યુવા નેતાઓ 2022 વિધાનસભા ચૂંટણીના મેદાનમાં છે. ત્રણ યુવાનો જે આ વખતે ભાજપ અને કોંગ્રેસમાંથી ઉભા રહ્યાં છે. જેમાં ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને કોંગ્રેસમાંથી જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા છે. 2022ના પરિણામો આ ત્રણેય નેતાઓનું ભાવિ નક્કી કરશે. આ ત્રણેય નેતાઓ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેનો રાજકીય ઇતિહાસ ઘણો રસપ્રદ છે. જેમાં અલ્પેશ ઠાકોર ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ અને જીજ્ઞેશ મેવાણી વડગામથી ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદી માતાને મળવા ગાંધીનગર પહોંચ્યા, આવતીકાલે અમદાવાદમાં કરશે મતદાન
જીજ્ઞેશ મેવાણી:
જીજ્ઞેશ મેવાણીએ યુવાઓના મુદ્દાને લઇને લડત આપવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં જીજ્ઞેશ મેવાણીએ દલિત યુવાનોને એક કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. દલિત સમાજના મુદ્દાને લઇને ભાજપના દલિત સમાજના મંત્રી અને નેતાઓને પણ ઘેરવાના પ્રયત્નો કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર ઠાકોર અને દલિત સમાજના વિરોધ વચ્ચે જીજ્ઞેશ મેવાણીએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતુ. જીજ્ઞેશ મેવાણીએ 2017ની ચૂંટણીમાં વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. 2017ના પરીણામ આધારે જીજ્ઞેશ મેવાણી પર વડગામના મતદારોએ ભરોસો મુક્યો હતો. જીજ્ઞેશ મેવાણીને 95497 મત મળ્યા હતા. 2022 ચૂંટણી પહેલા જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા હતા. કોંગ્રેસે જીજ્ઞેશ મેવાણીને કાર્યકારી પ્રમુખ પદ આપી સામેલ કર્યા હતા. જીજ્ઞેશ મેવાણીના કોંગ્રેસમાં પ્રવેશથી દલિત વોટ બેંન્કનો કોંગ્રેસ તરફ ઝૂકાવ જોવા મળે તો નવાઇ નહી.
આ પણ વાંચો: મતદાનના ગણતરીના કલાકો પહેલાં હાર્દિક પટેલને લાગવા લાગ્યો ડર, જાણો શું છે કારણ
અલ્પેશ ઠાકોર:
અલ્પેશ ઠાકોરે 2017માં ઠાકોર સમાજ માટે આંદોલન શરૂ કર્યા હતા. આંદોલનનો મુખ્યમુદ્દો શિક્ષણ, રોજગાર અને વ્યસનમુક્તિ હતા. આ ત્રણ મુદ્દા સાથે અલ્પેશ ઠાકોરે સામાજિક પ્રસિદ્ધિ મેળવી અને સમાજને એક કરવામાં સફળ રહ્યાં હતા. અલ્પેશ ઠાકોરે છૂટા છવાયા ઠાકોર સમાજને એક કરીને યુવાનોનું સંગઠન બનાવ્યું અને સમગ્ર ગુજરાતમાં રેલી તથા સભા થકી સમાજના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી વિશ્વાસ જીત્યો હતો. અલ્પેશ ઠાકોરે વિસનગરથી પ્રથમ સભાની શરૂઆત કરી હતી. એટલે કે ઉત્તર ગુજરાતથી અલ્પેશ ઠાકોરની સામાજિક લડાઇની શરૂઆત થઇ હતી. 2017માં અલ્પેશ ઠાકોરે સામાજિક લડાઇને રાજકીય લડાઇમાં ફેરવી દીધી અને સમાજને રાજકીય નેતૃત્વ પુરુ પાડવા માટે કોંગ્રેસ પક્ષમાં જોડાયા. ઠાકોર સમાજના જ કેટલાંક નેતાઓએ અલ્પેશ ઠાકોર સામે બાંયો ચઢાવીને લડત શરૂ કરી. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોર પર ભરોસો મુકીને તેમને અને તેમના આપસાપના યુવા નેતાઓને ટિકિટ ફાળવી હતી. જેમાં ઘવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શું ખરેખર EVM મશીન હેક થઈ શકે છે ? ટેક્નીકલ રીતે સમજો સમગ્ર પ્રક્રિયા
હાર્દિક પટેલ:
સતત ચર્ચિત રાજકીય વ્યક્તિ એટલે હાર્દિક પટેલ. 2015મા રાજ્યમાં પાટીદાર સમાજની અનામત અને સામાજના મુદ્દાઓને લઇને મોટુ આદોલન થયું હતુ. આ આદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતના વિસનગરથી થઇ હતી. આદોલની આગેવાની હાર્દિક પટેલ કરી રહ્યા હતા. આંદોલનની શરૂઆત વિસનગરના સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર્યાલયમાં થયેલી તોડફોડથી થઇ હતી. જેની સમગ્ર ગુજરાતમાં આદોલનની અસર જોવા મળી હતી. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજે વિવિધ મુદ્દાઓ લઇને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ આદોલનામાં પાટીદાર સમાજે પોતાના કેટલાંક સંતાનો પણ ગુમાવ્યા હતા. આદોલન દરમિયાન સરકારી પ્રોપર્ટીને થયેલા મુકસાન બદલ પાટીદાર યુવાન પર સરકારે કેસ પણ કર્યા છે. ત્યાર બાદ સમયાંતરે હાર્દિક પટેલે રાજકીય પ્રવેશ માટે રસ્તો ખુલ્લો કર્યો અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં હાર્દિકને કાર્યકારી પ્રમુખનુ પદ આપવામાં આવ્યું. જો કે, થોડો સમય હાર્દિકે કોંગ્રેસમાં પોતાની ભૂમિકા ભજવી અને ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દીધુ. જ્યારે ભાજપમાં હાર્દિક પટેલ જોડાયો ત્યારે ટીકાઓ થઇ. સાથી મિત્રોએ તેના પર આક્ષેપ કર્યા હતા. હવે હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે વિરમગામ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.