ઈરાનમાં દાયકા બાદ મહિલાઓને હિજાબથી મળશે છુટકારો, ઈરાની સરકાર કરી શકે છે મોટો નિર્ણય
ઈરાનમાં હિજાબના વિરોધમાં મુસ્લિમ કટ્ટરવાદ સામે ઝઝુમતા લોકોનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતા પણ હિજાબનો વિરોધ યથાવત છે. ત્યારે આ બાબતે સરકાર પ્રદર્શન કારીઓ સામે ઝુકી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ઈરાન સરકાર પ્રદર્શનકારીઓ સામે ઝુકી શકે છે
ઈરાનમાં છેલ્લા ઘણા સમયથી હિજાબને લઇને હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું ત્યારે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો. અનેક પ્રદર્શન કારીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. છતા પણ લોકોનો રોષ ઓછો થયો નથી. તેથી હવે ઈરાની સરકાર પ્રદર્શનકારીઓ સામે ઝૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ઈરાનના એટર્ની જનરલે આપ્યા સંકેત
ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોંતાજેરીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો લેવો પડશે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દે કામ કરી રહ્યા છે. ઈરાનના એટર્ની જનરલે કહ્યું હતું કે એક-બે અઠવાડિયામાં પરિણામ જોવા મળશે. તેમણે કહ્યું કે 30 નવેમ્બર સમીક્ષા ટીમ સંસદના સાંસ્કૃતિક આયોગને મળી છે.
આ પણ વાંચો :જો તમે કર્યું મતદાન તો તમને પણ મળશે સસ્તું પેટ્રોલ, જાણો શું છે વ્યવસ્થા
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ પણ આપ્યા સંકેત
રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ પણ કાયદામાં સુધારો કરવાનો સંકેત આપ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે ઈરાનના પ્રજાસત્તાક અને ઈસ્લામિક પાયા બંધારણીય રીતે મજબૂત છે, પરંતુ બંધારણને સારી રીતે લાગુ કરવાની પદ્ધતિઓ લચીલી છે જેના દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવી શકે છે.
ઈરાનમાં હિજાબ પહેરવું ફરજિયાત
તમને જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ખુબ જરૂરી છે અને જો તેઓ આમ ન કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઈરાનમાં મહિલાઓને હિજાબનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. ત્યારે ઈરાન સરકાર વર્ષો જુના કાયદામાં ફેરફાર કરી શકે તેવા શંકેત મળી રહ્યા છે.અગાઉ ઈરાનમાં મહિલાઓને હિજાબ ન પહેરવા પર અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વર્ષો જુના કાયદાને લઇને સરકાર મોટો નિર્ણય લઇ શકે છે.