એજ્યુકેશનગુજરાતમધ્ય ગુજરાત

GLS યુનિવર્સિટીનાં ‘ફેકલ્ટી ઓફ લો’ વિભાગ દ્વારા ઉજવાયો ‘એડવોકેટ દિવસ’

Text To Speech

દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે ‘એડવોકેટ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી નિમિત્તે GLS યુનિવર્સિટીનાં ‘ફેકલ્ટી ઓફ લો’ વિભાગ દ્વારા ‘પ્રો બોનો પ્લેડઝ’ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સિનિયર એડવોકેટ ડો.સુધીર નાણાવટી ઉપસ્થિત રહ્યાં હતાં. ડો.સુધીર નાણાવટીએ GLS યુનિવર્સિટીનાં પ્રેસિડન્ટ પણ છે. આ ઉપરાંત કાર્યક્રમમાં લો ફેકલ્ટીનાં BA LLB, BBA LLB અને LLM નાં વિદ્યાર્થીઓ ઉપરાંત અગાઉ આ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો : મતદાનમાં NOTA બગાડી શકે છે ચૂંટણીનું ગણિત : જાણો શું છે NOTAનું મહત્વ ?

Faculty of LAW - Hum Dekhenge News
Dr. Sudhir Nanavati – Faculty of LAW

આપણે કાયદાનાં મિત્ર બની કામ કરવું જોઈએ : ડો.સુધીર નાણાવટી

લો ફેકલ્ટીના ડાયરેક્ટર મયુરીબહેન પંડ્યાએ ઉપસ્થિત તમામને આવકાર્યા હતા. ડો.સુધીર નાણાવટીએ તેમની વકીલાતનાં સંસ્મરણો વર્ણવી તેઓએ પોતાની વકીલાચ દરમ્યાન કરેલી સેવાઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે,’આપણે વકીલાતમાં કાયદાનાં મિત્ર તરીકે સેવા કરવી જોઈએ અને છેવાડાનાં માણસ સુધી કાયદાની મદદ પહોંચે તે માટે કામ કરવું જોઈએ. મારી ફક્ત એ જ અપીલ છે કે દરેક યુવા વકીલ આ વાત સમજે અને તેને અનુસરે.’

Faculty of LAW - Hum Dekhenge News
Faculty of LAW – GLS University

વકીલાતને નાણાકીય દ્રષ્ટીએ ના જોવું જોઈએ : ડો.સુધીર

આ ઉપરાંત ડો.સુધીરે કહ્યું હતુ કે.’વકીલાત કરતી વખતે આપણા પાવન વ્યવસાયને માત્ર નાણાકીય દ્રષ્ટીએ ના જોવો જોઈએ અને એક કાયદાનાં મિત્ર તરીકે આપણી એ ફરજ છે કે આપણે દરેક વ્યક્તિ એ પછી છેક છેવાડાનાં ગામનો રહેવાસી હોય તો પણ તેના કેસમાં વકીલ તરીકે હાજર રહી કોર્ટને મદદ કરતાં વકીલની ભૂમિકા પર ભાર આપવો જોઈએ.’

અંતે ઉપસ્થિત તમામ લોકોએ બંધારણમાં વર્ણવેલ મૂળભૂત ફરજો બજાવવા તેમજ 100 કલાક પ્રો બોના સેવા અર્થે ફાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Back to top button