લાઈફસ્ટાઈલ

સ્વાસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે આ દુધ, આ રીતે ઘરે બનાવો શિયાળામાં અનેક બીમારીઓથી મળશે રાહત

Text To Speech

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. હવે ફુલ ગુલાબી ઠંડી પડવાની સાથે શરદી ખાસી જેવી અનેક બીમારીઓ પણ તમને ઝપેટમાં લઇ શકે છે. આ સિઝનમાં નાના બાળકોથી લઇને મોટા લોકોને પણ આ બિમારીઓ ઘેરી લેતી હોય છે. ત્યારે શિયાળામાં ખાસ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બને છે. શિયાળામાં લોકો સ્વાસ્થ્ય જાળવણી માટે અનેક ઉપાયો કરતા હોય છે. ખાસ કરીને ખાવા પીવાની વાતમાં, ત્યારે શિયાળાની સિઝનમાં ખાસ કરીને કેસરવાળા દુધનું ખુબ વધારે મહત્વ હોય છે. શિયાળાની સિઝનમાં કેસર વાળુ દુઘ પીવાના અનેક ફાયદા છે. જેથી અનેક લોકો કેસર વાળુ દુધ પીવા માટે બહાર જતા હોય છે. ત્યારે જાણો તમે ઘરે જ કેવી રીતે આ કેસર વાળુ દુધ બનાવી શકશો.

કેસર વાળુ દુધ બનાવવા માટેની સામગ્રી

  • 2 ગ્લાસ દૂધ
  • ½ ચમચી હળદર
  • 8 થી 10 કેસરના તાંતણા
  • એક ચમચી ખાંડ
  • અડધી ચમચી સૂંઠ પાવડર

સ્વાસ્થ માટે ખુબ જ ફાયદાકારક છે આ દુધ, આ રીતે ઘરે બનાવો શિયાળામાં અનેક બીમારીઓથી મળશે રાહત- humdekhengenews

આ પણ વાંચો : વડોદરા : લગ્નમાં 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં તંત્ર દોડતું થયું

બનાવવાની રીત

  • કેસર હળદર દૂધ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બે ગ્લાસ દૂધ લો અને મિડીયમ ગેસ પર ગરમ કરવા માટે મુકો.
  • 3 થી 4 મિનિટ રહીને દૂધ ઉકળવા લાગશે, જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે એમાં હળદર, કેસર અને સૂંઠ પાવડર નાંખો.
  • 2 મિનિટ રહીને દૂધમાં સ્વાદાનુંસાર ખાંડ નાંખો અને ચમચીની મદદથી હલાવી દો, આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી દો.
  • ઘીમા ગેસે હવે દૂધને 5 મિનિટ માટે થવા દો.
  • હવે ગેસ બંધ કરી દો અને દૂધને કાચના ગ્લાસમાં લઇ લો.
  • આ દૂધ પર બદામ નાંખો અને ગાર્નિશ કરો

કેસર વાળુ દૂધ પીવાના ફાયદા

કેસર વાળુ દુધ ખાસ કરીને શિયાળામાં વધુ પીવામાં આવે છે કારણે કે તેના ખુબ જ ચમત્કારીક ફાયદા છે. આ દૂધ તમે ઉપર જણાવેલ પ્રોપર રીતે બનાવશો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થશે. આ દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ દૂધમાં કેસર હોવાથી એની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં પીવાથી ઠંડીમાં ગરમાવો રહે છે અને સાથે સ્કિનનો ટોન પણ મસ્ત થાય છે. તેમજ હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે તમે રોજ પીઓ છો તો શરદી-ખાંસીમાંથી રાહત થાય છે. આ સાથે જ તમને બહુ ઉધરસ થઇ છે તો તમે આ દૂધ પીવાનું શરૂ કરી દો. આ દૂધ પીવાથી કફ છૂટ્ટો પડવા લાગે છે અને તમને રાહત થાય છે. જેથી શિયાળામાં રોજ આ દુધ પીવું જોઇએ.

Back to top button