શું તમે વધારે વજનથી ચીંતીત છો? તો જાણો વજન ઘટાડવાના આયુર્વેદિક ઉપાયો વિશે…
વજન ઘટાડવું એ ધીમી અને ખુબ જ લાંબી પ્રક્રિયા છે. રાતોરાત વજન ઓછું કરવું એ અશક્ય છે, તેથી જ્યારે પણ તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવો છો જે તમને ઓછા સમયમાં વજન ઘટાડવામાં મદદ કરવાનો દાવો કરે છે. તો ત્યારે તેના પર પડશો નહીં. યોગ્ય વજન સુધી પહોંચવા માટે તમારે ધીરજ રાખવી પડશે. વજન ઘટાડવાની ઘણી રીતો છે, જેના માટે ઘણા લોકો દરરોજ વ્યાયામ કરીને વજન ઘટાડવાનું પ્રયત્ન કરતા હોય છે, જ્યારે ઘણા લોકો આહારમાં ફેરફાર કરીને વજન ઘટાડતા હોય છે. વજન ઘટાડવામાં આયુર્વેદ વિશેષ ભૂમિકા ભજવે છે. ત્યારે આયુર્વેદમાં વજન વ્યવસ્થાપન માટે વિવિધ જડીબુટ્ટીઓ અને મસાલાઓનો ઉલ્લેખ છે. તો ચાલો જાણીએ આવી 5 આયુર્વેદિક દવાઓ વિશે જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
હળદર
કોઈપણ ભારતીય વાનગી ચપટી હળદર વગર અધૂરી છે, આ પીળો મસાલો ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે વજન જાળવવામાં પણ અસરકારક સાબિત થાય છે. હળદર શરીરના મેટાબોલિઝમને વધારે છે, જે વજન ઘટાડવાનું કામ કરે છે. તે એન્ટીઑકિસડન્ટોનો સારો સ્રોત પણ છે, જે વજન ઘટાડવા માટે ઉત્તમ પુરવાર થઈ શકે છે. તમે હળદરને કાળા મરીમાં મિક્સ કરીને ગરમ પાણી સાથે પી શકો છો અથવા તો તમે તેને એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને પણ પી શકો છો.
જીરું
આ સાથે ભારતીય વાનગીઓમાં જીરાનો પણ ઘણો ઉપયોગ થાય છે. તો વજન ઘટાડવા માટે જીરાના પાણીના ઉપયોગ વિશે દરેક વ્યક્તિ જાણે છે. જીરામાં પાચક ઉત્તેજક પદાર્થો રહેલા હોય છે, જે પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. જીરું પેટને ફૂલતા અને ગેસની પ્રક્રિયાને રોકવા માટે જાણીતું છે. જીરાને આખી રાત પાણીમાં પલાળીને સવારે પીવાથી વજન નિયંત્રણમાં રહે છે અથવા તેનાથી વજન ઓછું કરી શકાય છે.
કાળી મરી
ભારતીય રસોડામાં કાળા મરીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. કાળી મરી ભારતના મલબાર કિનારેથી આવે છે અને તે દેશના સૌથી જૂના મસાલાઓમાંનું એક છે. કાળી મરીના અનોખા સ્વાદને લીધે તેનું ઉપયોગ મરચાની સરખામણીએ જ થાય છે. જ્યારે કાળી મરીને હંમેશા ચરબી બર્નિંગ મસાલા તરીકે ઓળખવામાં આવે છે. એક સંશોધન અનુસાર, કાળી મરીમાં જોવા મળતું પાઇપરિન તત્વ શરીરમાં ચરબીનું નિર્માણ અટકાવે છે.
તજ
તજ વજનને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તજ બ્લડ સુગર લેવલને સંતુલિત કરે છે અને પેટને ભરેલું રાખે છે. તે તૃષ્ણા અને ભૂખ ઘટાડે છે, એક રીતે તે તમને બિનજરૂરી નાસ્તો ખાવાથી રોકે છે. તજનું સેવન કરવાની ઘણી રીતો છે. તમે તેને ચામાં ઉમેરી શકો છો અથવા પેનકેક જેવી વાનગીઓમાં ઉમેરી શકો છો. તમે તજનો એક નાનો ટુકડો પણ ચાવી શકો છો. જેના વડે તમે તમારું વજન ઘટાડી શકો છો
આદુ
ભારતમાં મોટાભાગના લોકોની સવાર એક કપ આદુવાળી ચા સાથે થતી હોય છે. આદુ પાચનની પ્રક્રિયામાં વધારો કરે છે અને ભૂખને ઘટાડે છે. આ બંને વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી થતી હોય છે. આદુમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે. વિવિધ અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે, આદુના નિયમિત સેવનથી ભૂખ ઓછી થાય છે અને થર્મોજેનેસિસ વધે છે અથવા કેલરી બર્ન કરીને ગરમીનું ઉત્પાદન થાય છે. જે તમારા શરીરની અંદર વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.