ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણીના મતદાન પહેલાં આપના ઉમેદવાર પર હુમલો, વીડિયો પણ આવ્યો સામે

Text To Speech

વિધાનસભા ચૂંટણીમાં આ વખતે વિવાદોની ભરમાર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારન માર માર્યો હોવાનો આપનો આક્ષેપ છે.

આચારસંહિતા બાદ પણ ભાજપ કાર્યકર્તાઓ પ્રચાર કરતા હતા જેને લઈને બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઉમેદવારને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ હુમલા પાછળ ભાજપના લોકો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે ઠક્કરબાપા નગર બેઠક પર પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

આપ ના ઠક્કરબાપા નગર બેઠકના ઉમેદવાર પર હુમલો

શનિવારે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ આપના ઠક્કરબાપા નગરના ઉમેદવાર સંજય મોરીએ પોતાના કાર્યકરોની એક મીટિંગ બોલાવી હતી. જોકે ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા સંજય મોરી પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં ઉમેદવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આપના કાર્યકરો બાપુનગર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા.

ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ પર કર્યો આક્ષેપ

હુમલા બાદ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાજપ ગુંડા ગર્દી પર ઉતરી આવ્યું છે !ભાજપના નમાલા શાસકો કાયદો અને વ્યવસ્થા જાળવી નથી શકતા ! હાર ભાળી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર જીવલેણ હુમલો કર્યો છે ! ગુજરાતની જનતાને વિનંતી કે આ વખતે કોઈ પણ ભોગે ગુંડા પાર્ટી ભાજપને કાઢો ! સગો ભાઈ ઉભે તોય ભાજપને મત ના આપતા ! પાપી છે.

Back to top button