ફૂડહેલ્થ

ઓલીવ ઓઈલમાં બનાવો ભોજન, સ્વાસ્થ્યને થશે જબરદસ્ત ફાયદા

Text To Speech

ઓલિવ ઓઈલમાં વિટામિન-ઈ, વિટામીન-કે, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. ભોજન કરવા માટે ઘણા પ્રકારના કુકિંગ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમે ડાયેટમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઓલિવ ઓઈલમાં વિટામિન-ઈ, વિટામિન કે, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટના ગુણ મળી આવે છે. તેનું સેવન હાર્ટ હેલ્ધી માટે સારૂ માનવામાં આવે છે.

વેટ લોસમાં મળે છે મદદ : જાડાપણુ ઓછુ કરવામાં ઓલિવ ઓઈલનું સેવન કરવું જોઈએ. ઓલિવ ઓઈલમાં ફેટીની માત્રા વધારે જોવા મળે છે. તે વેટ લોસમાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરે છે : ઓલિવ ઓઈલ કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલ કરે છે. ભોજન કરવા માટે તમે તેનો ઉપયોગ કરો છો તો હાર્ટ હેલ્ધી રહે છે.

ડાયાબિટીસની સમસ્યા : ઓલિવ ઓઈલ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ઈમ્યુનિટી મજબૂત થશે : ઓલિવ ઓઈલ ઈમ્યૂનિટીને મજબૂત કરે છે. તેનાથી તમે સીઝનલ બીમારીઓથી બચી શકો છો. ખાવામાં ઓલિવ ઓઈલનું નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.

ઓસ્ટિયોપોરોસિસનો ખતરો ઓછો થાય છે : હાડકામાં દુખાવો રહેતો હોય તો રાહત મેળવવા માટે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. ઓલિવ ઓઈલમાં કેલ્શિયમ ઉપરાંત, એવા ઘણા ગુણ હોય છે જે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યામાં રાહત આપવામાં મદદ કરે છે.

Back to top button