મતદાનમાં NOTA બગાડી શકે છે ચૂંટણીનું ગણિત : જાણો શું છે NOTAનું મહત્વ ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે, તેમ તેમ લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે 8.64 લાખ જેટલા યુવાનો ગેમચેન્જર સાબિત થઈ શકે છે અને આ 8.64 લાખ યુવાનો પહેલી વખત મતદાન કરવાના છે, ત્યારે EVMમાં તેમની સામે NOTA નામનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. NOTA વિશે લગભગ દરેક લોકો જાણે જ છે, પરંતુ આ NOTAનું મહત્વ કેટલું છે અને NOTA કેવી રીતે બાજી પલટી શકીએ છે ? તે વિશે અમે તમને જણાવીશું.
આ પણ વાંચો : તમે જેમાં વોટ કરો છો તે EVM વિશે જાણો અમુક રોચક તથ્યો
2017માં 5.50 લાખ લોકો NOTA તરફ : યુવાનોને આકર્ષિત કરી રહ્યું છે NOTA
ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે 182 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીના આંકડા દર્શાવે છે કે NOTA, અપક્ષો અને અન્ય પક્ષો ચૂંટણી અંકગણિતને બગાડી શકે છે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ સાડા પાંચ લાખ (5,51,594) લોકોએ NOTAનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, અપક્ષો, અન્ય રાષ્ટ્રીય પક્ષો, સ્થાનિક પક્ષોને કુલ 17 લાખ 79 હજાર (17,79,833)થી વધુ મત મળવ્યા હતા એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો 22 લાખ 86 હજાર 370 (22,86,370) મતોથી પરાજય થયો હતો. જેમાં 45 હજાર (45,062) થી વધુ મત અપક્ષો, અન્ય પક્ષો અને NOTAને મળ્યા હતા. જો કે આ વખતે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને છે, તેથી આવામાં મતદારો દ્વારા NOTA તરફ જવું એ દરેક પાર્ટીનો ખેલ બગાડી શકે છે.
ક્યાંથી આવ્યુ NOTA ?
2015 થી ભારતમાં દરેક સીધી ચૂંટણીમાં, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને શણગારતું ગુલાબી રંગનું NOTA બટન મતદારો માટે ચુંબક બની ગયું છે. ડિસેમ્બર 2013 માં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, ભારતના ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીઓ માટે EVM માં NOTA બટનનો વિકલ્પ પ્રદાન કરવાની સૂચનાઓ આપી હતી, જે બાદમાં જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી. NOTA આવતાં જ યુવા મતદારો NOTA એટલે કે નન ઓફ ધ અબોવના પ્રેમમાં પડ્યા છે.
NOTA લાવવા પાછળનો હેતુ
ચૂંટણી પંચનો હેતુ તમામ ચૂંટણીઓમાં NOTA લાગુ કરીને લોકશાહી પ્રક્રિયાને મજબૂત રાખવાનો હતો. આમાં તેને સફળતા પણ મળી છે. પરંતુ નિષ્ફળતા બીજા પ્રકારની છે. અગાઉના મતદારો નિરાશા અને મોહભંગને કારણે મતદાન કરવા આવતા ન હતા, હવે ઉમેદવારોમાંથી વિશ્વાસ ગુમાવવાને કારણે તેઓ વધુ ઉત્સાહમાં NOTA બટન દબાવવા માટે પહોંચવા માંગે છે. NOTA ને કોઈ પક્ષનો વિરોધ વ્યક્ત કરવાની રીતે પણ જોવામાં આવે છે.
શિક્ષિત લોકો વધુ ઉપયોગ કરી રહ્યાં છે
NOTA ની જોગવાઈ રાજકારણના અપરાધીકરણને રોકવા અને લોકોના ગુસ્સાને ‘સેફ્ટી વાલ્વ’ આપવા માટે કરવામાં આવી હતી, પરંતુ એવો દાવો કરી શકાય નહીં કે તેનો ભાર શહેરી વિસ્તારોમાં કે ગ્રામીણ વિસ્તારોમાં કરતાં શિક્ષિત વર્ગોમાં વધુ છે.
NOTA ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ભલે NOTA દબાવનારાઓની ટકાવારી નજીવી કહેવાય, પરંતુ ઓછા માર્જિનથી જીત કે હારના કિસ્સામાં, આ વિકલ્પ અપનાવવાથી, મતદારો જેને હરાવવા માગે છે તે ઉમેદવાર જીતી શકે છે. જો NOTA ને કોઈપણ સીટ પર વિજેતાના કુલ મત કરતા વધુ મત મળે તો પણ વિજેતાને કોઈ વાંધો નથી. તેથી જ રાજકીય પક્ષો NOTA ગંભીરતાથી લેતા નથી.