મુંબઈમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, યુવતીએ બાલ્કનીમાંથી લગાવી છલાંગ
મુંબઈના મલાડમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી, જેમાં ઉપરના માળે આગની જ્વાળાઓ જોવા મળી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સારા સમાચાર એ હતા કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
Fire broke out in Mumbai's Malad area.#Malad #fire #Mumbai pic.twitter.com/nXZ6IodIir
— Himanshu Purohit (@Himansh256370) December 3, 2022
આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવતી બાલ્કનીમાંથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવતી જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે બિલ્ડિંગમાં આગ લાગી તે જનકલ્યાણ નગરમાં છે. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગના મોટાભાગના ફ્લેટમાં પરિવારો રહે છે. આગની ઉંચી જ્વાળાઓ જોઈ લોકો ગભરાઈ ગયા હતા.
Maharashtra | Fire breaks out in a building in Jankalyan Nagar in Malad area of Mumbai. Five fire tenders present at the spot. No injuries reported so far. Details awaited.
— ANI (@ANI) December 3, 2022
#Fire in 21 storey Marina Enclave building at #Malad pic.twitter.com/GgdBG1xmTN
— Richa Pinto (@richapintoi) December 3, 2022
આગ ત્રીજા માળ ઉપરાંત તેના ઉપરના માળે પણ પહોંચી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યાં આગ લાગી હતી તે ફ્લેટના રહેવાસીઓ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે. નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.
Fire at Marina Enclave, Gurukrupa, Jankalyan Nagar, Malad West..
The Fire Has Been Controlled Now. pic.twitter.com/hYYYxPBvQm— Alkama Ahmed (@Official_Alkama) December 3, 2022