AIMIMના પ્રમુખ ઔવેસીનો ગુજરાતમાં ફરી એક વાર વિરોધ, લોકોએ કાળા વાવટા બતાવી ‘ઔવેસી ગો બેક’ ના નારા લગાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં ડેરો જમાવ્યો છે, દર વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી જંગ થતો હતો ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે ઓવેસીની પાર્ટી AIMIMએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે. ત્યારે ઔવેસીને પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજનિતિ ચરમ સીમાએ પહોંચી ગઇ છે. એક તરફ રાજકીય પાર્ટીઓ પણ મતદાતાઓને રિઝવવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી બાજુ રાજકીય પાર્ટીઓથી નારાજ જનતા પણ પોતાના વિસ્તારમાં પ્રચાર માટે આવતા નેતાઓનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઈત્તેહાદુલ મુસ્લિમ (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીને પણ ચૂંટણી પ્રચારમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં ઔવેસીનો વિરોધ
ગઇ કાલે ઔવેસી અમદાવાદમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ઔવેસીના રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ઔવેસીની સાથે જમાલુપરથી AIMIMના ઉમેદવાર સાબિર કાબીલીવાલા અને તેમના ઘાણા બદા સમર્થકો સાથે હતા. ત્યારે અમદાવાદના શાહપુર મિલ કંપાઉન્ડની પાસે લોકોએ કાળા વાવટા બતાવી ઔવેસીનો વિરોધ કર્યો હતો. અને ‘ઔવેસી ગો બેક’ ના નારા પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો : ‘આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યાં, હું તારા 70 કરીશ’, અરશદ નામના શખ્સે લિવઈન પાર્ટનરને ધમકી આપી
સુરતમા પણ ઔવેસીનો વિરોધ
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં પણ ઔવેસીને આવા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુરત ઇસ્ટમાં મુસ્લિમ યુવોનો દ્વારા ઔવેસીની સભામાં કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન યુવકોએ ‘મોદી’, ‘મોદી’ ના નારા પણ લગાવ્યા હતા.