ચૂંટણી 2022નેશનલ

પેટ્રોલ-ડીઝલમાં માત્ર 3 રાજ્યોએ જ ઘટાડ્યો ટેક્સઃ જાણો- કયા રાજ્યોએ નથી ઘટાડ્યો ટેક્સ?

Text To Speech

કેન્દ્ર સરકારે જનતાને રાહત આપતા પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા તો ડીઝલમાં 6 રૂપિયા પ્રતિ લીટરે કાપ મૂક્યો છે. આ કાપ મૂક્યા બાદ પેટ્રોલ સાડા નવ રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ દેશના માત્ર ત્રણ રાજ્ય જ એવા છે, જેણે પોતાના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં ઘટાડો કર્યો હોય. અત્યારસુધી, રાજસ્થાન, ઓડિશા અને કેરળની સરકારે પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટમાં કાપ મૂક્યો છે. આ સિવાય ભાજપ અને આમ આદમી પાર્ટીની સત્તા હોય તેવા અન્ય રાજ્યોએ વેટ પર કાપ મૂક્યો નથી.

જે રાજ્યની સરકારોએ પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં કાપ મૂક્યો છે. તે ત્રણેય રાજ્યમાં કૉંગ્રેસની સરકાર છે. જ્યારે, ઓડિશામાં બીજૂ જનતા પાર્ટીની સરકાર છે, નવીન પટનાયક મુખ્યમંત્રી છે. જ્યારે કેરળમાં સીપીએમની સરકાર છે, અહીં, પિનરાઈ વિજયન મુખ્યમંત્રી છે.

કેરળ, રાજસ્થાન, ઓડિશા સરકારે ઘટાડ્યો ટેક્સ
પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્રી તરફથી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ સૌથી પહેલા કેરળ સરકારે ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી. શનિવારે કેરળ સરકારે પેટ્રોલ-ડીઝલમાં 2.41 રૂપિયા અને 1.36 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ પર કાપ મૂક્યો. તો રાજસ્થાન સરકારે પણ પેટ્રોલમાં પ્રતિ લીટર 2.48 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 1.16 રૂપિયા ટેક્સ ઘટાડ્યો છે. ઓડિશા સરકારે પણ પેટ્રોલ-ડીઝલમાં 2.23 રૂપિયા તેમજ 1.36 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ પર કાપ મૂક્યો છે. આ કાપ મૂક્યા બાદ ઓડિશામાં પેટ્રોલની નવી કિંમત 102.25 રૂપિયા અને ડીઝલ 94.86 રૂપિયા પ્રતિ લીટર છે.

BJP સરકારવાળા રાજ્યોમાં નથી ઘટ્યો ટેક્સ
વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ અનેક રાજ્યોમાં ભાજપની સરકાર બની. હાલમાં દેશના 12 રાજ્યોમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર છે. જેમાં ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર આ સિવાય ચાર રાજ્ય એવા છે, જ્યાં ભાજપ છે. બિહાર, મેઘાલય, નાગાલેન્ડ, પોંડીચેરી રાજ્યનો સમાવેશ થાય છે.

Back to top button