સ્મૃતિ ઈરાનીના ફરી એકવાર કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર
- બે પ્રાણી છે એમને ગુજરાતી નથી આવડતું માટે હું હિન્દી બોલું છું
- ગુજરાતમાં મેડમ, બેબી, કે દામાદ માંથી કોઈ પ્રચાર માટે ન આવ્યા
- મધ્યપ્રદેશમાં બાબાએ આરતીમાં ઉંધા કપડાં પહેર્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કાનું મતદાનની પુર્ણાહુતી થઈ ચુકી છે. ત્યારે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન 5 ડીસેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દરેક રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. આવા સમયે બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
ડીસામાં સ્મૃતિ ઈરાનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પહેલા તબક્કાના મતદાનમાં પોલીંગ બુથ પર કોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલ્યું નહિ. 5મી તારીખે કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે. બે પ્રાણી છે કે જેમને ગુજરાતી ભાષા નથી આવડતી માટે તે સાંભળી શકે એ માટે મારે હિન્દી બોલવું છે. પાણીની ચિંતા કરનાર પ્રવીણ માળીને અભિનંદન આપું છું. સોનિયા ગાંધીને ખબર હતી કે ગુજરાતમાં પાણીનું કામ થવા નથી દેવું. આખરે મોદીને ઉપવાસ કરવા પડ્યા. ત્યારે આ બધું પ્રાપ્ત થયું છે.
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, સોનિયા ગાંધીને પાર્લામેટરીમાં આવીને ડોગા ફોડવા પડે છે. વર્ષ 2024માં પણ ગુજરાતનો સેવક ફરી કેન્દ્રમાં આવશે. આ વખતે ગુજરાતમાં મેડમ, બેબી, કે દામાદ પણ ન આવ્યા ચૂંટણી પ્રચાર કરવા માટે. જયરે બાબો આવ્યો પણ ટ્રાન્સલેટ કરવા માણસ રાખ્યો. આ કોંગ્રેસનો બાબો મધ્યપ્રદેશમાં કમલનાથને કમલ કહીને બોલાવે છે. એ તો એમના પિતાની ઉંમરના છે. બાબાને એટલા પણ સંસ્કાર નથી.
આ પણ વાંચો : આપ અને રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ આગળ કહું હતું કે, કોંગ્રેસના હોદેદારો અને આમ પાર્ટીના લોકો 100 વર્ષની બાને ગાળો આપે એ અપમાન ગુજરાતીઓ ક્યારેય સહન નહિ કરે. અમારી પાસે સેના અને સેનાપતી છે. એ લોકો પાસે સેનાપતિના પણ ઠેકાણા નથી. બંગાળમાં કોઈ જય શ્રી રામ બોલે તો એને ખેતરમાં લઈ જઈ હત્યા થઈ જાય છે. બંગાળમાં જય શ્રી રામ મહિલા બોલેતો તેના પર બળાત્કાર થાય છે. કોંગ્રેસના મેડમ એ કોર્ટમાં રામના કોઈ પુરાવા નથી તેવું લખી આપ્યું હતું. મેડમ કે બાબા હજુ સુધી રામમંદિર ગયા નથી. મધ્યપ્રદેશમાં બાબા એ તો આરતીમાં ઉંધા કપડાં પહેર્યા હતા. આવા પાંખડીઓને ગુજરાતીઓ મત નહિ આપે.