ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બીજા તબક્કાના પ્રચાર પડધમ આજે સાંજે 5 વાગ્યાથી થશે શાંત

Text To Speech
  • આજે દરેક રાજકીય પાર્ટીઓનો છેલ્લો રોડ-શો
  • CM રાણીપ થી ગોતા સુધી રોડ-શો કરી મતદાનની અપીલ કરશે
  • 93 બેઠકો માટે જાહેરમાં રાજકીય પ્રચાર પડઘમ થશે શાંત

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થઈ રહી છે. ત્યારે પહેલા તબક્કાનું મતદાન 1લી ડીસેમ્બરના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન 89 બેઠકોમાં માટે યોજાયું હતું. જયારે બાકીની 93 બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન 5મી ડીસેમ્બરના રોજ યોજાશે.

મતદાન પહેલા મતદારો પોતાના મતાધિકારનો તટસ્થતા પૂર્વક ઉપયોગ કરી શકે એ માટે 48 કલાકનો શાંતિ સમય એટલે કે મતદાન શરુ થવાના 48 કલાક પહેલા ચૂંટણી અંતર્ગત પ્રચાર બંધ કરી દેવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડધમ આજે સાંજે 5 વાગ્યાથી શાંત થશે.

આજે અમદાવાદ સહીત ઉત્તર અને મધ્ય ગુજરાતના 93 મતક્ષેત્રોમાં જાહેરમાં રાજકીય પ્રચારપડધમ શાંત થશે. 15મી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં સોમવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. શનિવારે સાંજે પાંચ વાગ્ય પછી જાહેરમાં પ્રચાર પ્રસાર, સભા અને રેલીઓ કે રોડ-શો ઉપર પ્રતિબંધ હોવાથી અમદાવાદ શહેરના 16 સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ મતક્ષેત્રોમાં ભાજપ, આપ અને કોંગ્રેસના ઉમેદવારો રોડ-શો થકી પોતાની તરફેણમાં મતદાન કરવાની અપિલ કરશે. અમદાવાદ શહેરમાં શુક્રવારે અનેક રાજકીય નેતાઓના રોડ-શો યોજાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : પીએમ મોદીના રોડશો બાદ ટ્રાફીક જામમાં અટવાઈ એમ્બ્યુલન્સ

છેલ્લા દિવસે દરેક ઉમેદવાર પોતાના વિસ્તારમાં રોડ-શો થકી મતદાનની અપિલ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના ઘાટલોડીયા વિધાનસભા ક્ષેત્રમાં રાણિપ પાસેના ચેનપુર ગામથી ગોતા થઈને ઓગણજ ગામ સુધી રોડ- શો થકી મતદારોને ભાજપને મતદાન કરવાની અપીલ કરશે.

Back to top button