યુટિલીટી

ભારતમાં ખુલ્લેઆમ વેચાતી આ પ્રોડક્ટ્સ પર વિદેશમાં છે પ્રતિબંધ

આપણે આપણી રોજિંદી જીંદગીમાં કેટલીયે એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છે જેમ કે સાબુ, કાર, એનર્જી ડ્રિંક્સ, ચોકલેટ, કેન્ડી, દુધ વગેરે. તમને કદાચ એ જાણીને નવાઇ લાગશે કે આપણે એવી ઘણી પ્રોડક્ટ્સ બેફામ વાપરી રહ્યા છીએ જે વિદેશમાં પ્રતિબંધિત છે અને તેની પર હેલ્થ ઇશ્યુને લઇને દંડ પણ ફટકારાયેલો છે. જાણો એવી કઇ કઇ છે ભારતીય પ્રોડક્ટ્સ

લાઇફબોય સાબુ
વિદેશમાં પ્રતિબંધના લિસ્ટમાં સૌથી પહેલા નંબરે આવે છે ભારતના ઘર ઘરમાં મળનાર લાઇફબોય સાબુ. આ સાબુનો ઉપયોગ સ્કીન માટે ખરાબ માનવામાં આવે છે. વિદેશમાં તેનો ઉપયોગ માત્ર વિશિષ્ટ જાનવરોને નવડાવવા માટે થાય છે. ભારતમાં આ સાબુથી જાનવરો નહિ માણસો નહાય છે.

ભારતમાં ખુલ્લેઆમ વેચાતી આ પ્રોડક્ટ્સ પર વિદેશમાં છે પ્રતિબંધ hum dekhenge news

કિંડર જોય ચોકલેટ
બાળકોની સૌથી ફેવરિટ બનેલી ચોકલેટ કિંડર જોયને WHOએ ખુબ જ ખરાબ ગણાવી છે. તેમાં salmonella નામનું ઝેર મળી આવ્યુ છે. અમેરિકામાં આ પ્રોડક્ટ સંપુર્ણ રીતે પ્રતિબંધિત છે.

 જેલી વાળી કેન્ડી
ચોકલેટ બાદ બાળકોને પસંદ આવતી બીજી વસ્તુ છે જેલી વાળી કેન્ડી. બાળકો આ કેન્ડીઓથી રમે છે અને તેને ખાય પણ છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં આ જેલી કેન્ડી સંપુર્ણ રીતે બેન છે. આ દેશોના હેલ્થ એક્સપર્ટ્સને લાગે છે કે આ ખાવાથી બાળકોમાં ગભરામણ થવાના ચાન્સ વધી જાય છે. આવા ઘણા કેસ પણ સામે આવ્યા છે. તેથી તેની પર બેન લગાવવામાં આવ્યો છે.

કીટનાશકો (pesticides)
વિદેશોમાં કાર્બેરિલ, મેલાથિયાન, એસેફેટ, ડાયમેથોઇટ, લિંડેન, ક્લોરપાઇરીફોસ, કાર્બેન્ડાઝિમ જેવા લગભગ 60 પેસ્ટીસાઇડ્સ વિદેશમાં સ્પષ્ટ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં આવી વસ્તુઓ બેફામ વેચવામાં આવે છે. અહીં સારા પાક અને વધુ ઉત્પાદન માટે તેમજ પાકને કીડાથી બચાવવા માટે ભારતીય ખેડુતો આ કેમિકલ્સનો ઉપયોગ કરે છે.

રેડ બુલ એનર્જી ડ્રિંક
ફ્રાંસ અને ડેનમાર્કમાં રેડ બુલ પર પ્રતિબંધ મુકાયો છે. લિથુઆનિયામાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ ડ્રિંક સંપુર્ણ પ્રતિબંધિત છે. એક રિસર્ચમાં સામે આવ્યુ હતુ કે આ ડ્રિંક પીવાથઈ હાર્ટની સમસ્યાઓ, ડિપ્રેશન અને હાઇપરટેન્શનની સમસ્યાઓ થઇ શકે છે.

ભારતમાં ખુલ્લેઆમ વેચાતી આ પ્રોડક્ટ્સ પર વિદેશમાં છે પ્રતિબંધ hum dekhenge news

મારુતિ સુઝીકી અલ્ટો 800 અને ટાટા નેનો પણ બેન
કેટલાય વર્ષો સુધી ભારતીયોના ઘરની શાન રહેલી મારુતિ 800 કાર, જેને ફેમિલિ કારનો દરજ્જો આપવામાં આવતો હતો તે વિદેશોમાં કાયદાકીય રીતે પ્રતિબંધિત છે, કેમકે તે કેટલાય પરીક્ષણોમાં પાસ ન થઇ શકી. દેશની સૌથી વિશ્વાસપાત્ર ગણાતી કંપની ટાટા નેનો ગ્લોબલ NCAP દ્વારા આયોજિત ક્રેશ ટેસ્ટમાં ખરી ન ઉતરી શકી. તેનો મતલબ સ્પષ્ટ છે કે તેમાં બેસવુ એટલે જીવ જોખમમાં મુકવો.

Back to top button