મોડે મોડે હવે સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડે લગાવ્યો શારીરિક શોષણનો ગંભીર આરોપ, જાણો કોણ છે આ
બોલીવુડની અભિનેત્રી સોમી અલી એકવાર ફરી વિવાદમાં આવી છે. ત્યારે સોમી અલીએ ફરી બોલિવુડના દબંગ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમીએ તે સલમાન સાથેનો થ્રોબેક ફોટો શેર કરીને તેના પર મારપીટનો આરોપ લગાવ્યો છે. જે બાદ સોમીએ પોસ્ટ મુક્યાની થોડી જ વારમાં તે પોસ્ટને ડિલીટ કરી નાખી હતી.
સોમીએ સલમાન પર લગાવ્યા આરોપ
એક્ટ્રેસ સોમી અલી સલમાની ગર્લફેન્ડની રહી ચૂકી છે. બન્નેનો સબંધ લાંબા સમય સુધી ટક્યો ન હતો. પણ બન્નેના અફેરની ચર્ચા આજે પણ થઈ રહી છે. સોમી અને સલમાનના સબંધમા લાંબા સમયથી દરાર પડી ગઈ છે. આ કારણથી જ સોમી અવાર નવાર સલમાન પર ગંભિર આરોપો લગાવતી રહે છે. સોમી અલીને ફરી એક વાર આરોપ લગાવી દબંગ ખાન પર ગંભિર આરોપો લગાવ્યા છે. સોમીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું – ઘણું બધું થવાનું છે. મારા શો પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી મને કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી.તમે કાયર છો 50 વકીલો મારી સુરક્ષા માટે અહીં ઉભા છે, જેઓ મને સિગારેટ સળગાવવા અને શારીરિક શોષણથી બચાવશે જે તમે મારી સાથે વર્ષો સુધી કર્યું.
આ પણ વાંચો: મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ પર FBIની બાજ નજર, કેલિફોર્નિયામાં ટ્રેક કરાયો
સલમાનને સપોર્ટ કરનારાઓ પર પણ સોમી ગુસ્સે થઈ, સોમીએ લખ્યું-
તે તમામ મહિલા અભિનેત્રીઓને શરમ આવે છે જેઓ આ પુરુષનું સમર્થન કરે છે જે મહિલાઓ પર હુમલો કરે છે. તેમજ તેનુ સમર્થન કરતા તમામ કલાકારોને પણ શરમ આવવી જોઈએ. સલમાન વિશેની સોમીની પોસ્ટ જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ અભિનેત્રીએ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. માત્ર સોમી જ તેને પોસ્ટ ડિલીટ કરવાનું કહી શકે છે, પરંતુ તેની પોસ્ટે ચોક્કસપણે બોલિવૂડના કોરિડોરમાં હલચલ મચાવી દીધી છે.સોમી અલીએ આ પહેલા પણ ઘણી વખત સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. તે ઘણીવાર પોતાની પોસ્ટમાં સલમાન પર ગંભીર આરોપ લગાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે સોમી અલી સલમાન ખાનની ઘણી મોટી ફેન હતી. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ પણ કરતા હતા. પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સોમીએ પોતાના જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ પણ જણાવ્યું હતું.