લાઈફસ્ટાઈલહેલ્થ

જાણો રાત્રે સુતા સમયે ગીતો સાંભળવા કેટલા છે યોગ્ય ?

તમે ઘણીવાર ઘણા લોકોને સૂતી વખતે ગીતો સાંભળતા જોયા હશે. આજ કાલની જીવનશૈલી જ કઈ એવી થઈ ગઈ છે કે રાત્રે ઊંધ ન આવવાની સમસ્યા સામાન્ય થતી જાય છે. ત્યારે લોકો સોફ્ટ મ્યુઝીક સાંભળવું પસંદ કરે છે.  આજે આ લેખમાં જાણીએ કે સૂતી વખતે ગીતો સાંભળવું કેટલું સલામત છે.

સૂતી વખતે સંગીત સાંભળવું યોગ્ય નથી-

સામાન્ય રીતે દરેક વ્યક્તિને સંગીત સાંભળવું ગમે છે અને તેના ઘણા ફાયદા છે. હાલમાં મ્યુઝિક થેરાપી દ્વારા દર્દીઓને વૈકલ્પિક સારવાર આપવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ધણીવાર ઘણા લોકો સૂતા પહેલા સોફ્ટ મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. તેમાં પણ ખાસ કરીને આજની જનરેશન કે જે વર્ક લોડ અને અન્ય કારણોસર સતત સ્ટ્રેસ અનુભવે છે. આવા લોકોમાં સામાન્યત: રાત્રે ઊંધ ન આવાની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે રાત્રે સોફ્ટ મ્યુઝિક સંભાળવું પસંદ કરે છે. તેમાં પણ ખાસ કરીને આજની જનરેશનની જ વાત કરીએ તો એવા પણ લોકો છે કે જે બ્રેકઅપ પછી સેડ સોંગ સાંભળવું પસંદ કરે છે. જેથી રાતે તેમને સારી રીતે ઊંધ આવી જાય અને ધીમે- ધીમે આ એક આદત બની જાય છે. અને ત્યારબાદ સોફ્ટ મ્યુઝીક સાંભળે તો જ તેઓ સારી રીતે સૂઈ શકે છે. પરંતુ સુ આ આદત સારી છે કે ખરી ? તેનાથી કેટલું નુકસાન થાય છે ? જાણો સૂતી વખતે ગીતો સાંભળવાની આદત કેટલી સલામત છે.

જાણો રાત્રે સુતા સમયે ગીતો સાંભળવા કેટલા છે યોગ્ય ?- humdekhengenews

ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે ઈયરફોન વડે સંગીત સાંભળવું શરીર માટે હાનિકારક છે. તે જીવલેણ તો નથી પરંતુ, તે આપણા કાન અને ઊંઘના ચક્ર(સ્લીપ સાઈકલ)ને ખલેલ પહોંચાડે છે. સામાન્યત: આપણા શરીરમાં એક આંતરિક ઘડિયાળ છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. સર્કેડિયન રિધમ એ 24-કલાકની બોડી ક્લોક જેવી છે જે પર્યાવરણ અને પ્રકાશના બદલાવની સાથે આપણી ઊંઘ અને જાગવાના સમય પર ધ્યાન રાખે છે. સારી સર્કેડિયન રિધમ આપણા મગજને આખો દિવસ સજાગ રહેવામાં મદદ કરે છે, જેના કારણે આપણે દિવસભર સારી રીતે કામ કરી શકીએ છીએ. પરંતુ, જ્યારે આપણે શરીરને આ લયને બદલે અન્ય કોઈ ધ્વનિ પર નિર્ભર કરીએ છીએ, ત્યારે તે આપણા માટે નુકસાનકારક છે.

આ પણ વાંચો : કેળા, ટામેટા અને પાલક સહિત આ ફુડ્સ High Blood Pressureને કરશે કન્ટ્રોલ

જાણો રાત્રે સુતા સમયે ગીતો સાંભળવા કેટલા છે યોગ્ય ?- humdekhengenews

મગજ સક્રિય સ્થિતિમાં રહે છે

ખરેખર, જ્યારે આપણે ગીત સાંભળીએ છીએ, ત્યારે આપણો મોબાઈલ ફોન પણ આપણી આસપાસ હોય છે. ઘણી વખત આપણે ગીતો બદલીએ છીએ જેના કારણે આપણું શરીર એક્ટિવ મોડમાં રહે છે અને તેને આરામ નથી મળતો. આવી સ્થિતિમાં, જ્યારે શરીરના કેટલાક અંગો આરામ કરી રહ્યા હોય અને શરીરના કેટલાક અંગો સક્રિય હોય, તો આના કારણે ઊંઘ યોગ્ય રીતે પૂર્ણ થતી નથી અને તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે સૂતી વખતે હાઈ વોલ્યૂમમાં મ્યુઝિક વગાડતા સૂઈ જાઓ છો. તો શરીરમાં વધુ નુકસાનકારક અસરો થઈ શકે છે. સૂતી વખતે ઈયરફોન લગાવીને સૂવાથી કાનની ત્વચા પર દબાણ આવે છે, જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચો : શું તમે પણ શિયાળામાં સતત ઠંડા હાથ-પગ થી પરેશાન, તો જાણો સમગ્ર બાબત

સંગીત સાંભળવાનું બંધ કરો

ગીત સાંભળ્યા પછી જો તમને સારી ઊંઘ આવે છે, તો ઈયરફોનને બદલે સામાન્ય રીતે ગીત સાંભળો. તમારા ફોનને પથારીથી દૂર રાખો અને ગીતોનો અવાજ હળવો રાખો જેથી તમારા શરીરની કુદરતી ઊંઘની પેટર્નને અસર ન થાય. જો કે, સલાહ આપવામાં આવે છે કે ગીતોને બદલે, તમારે એવી આદત અને જીવનશૈલી પસંદ કરવી જોઈએ, જે તમને રાત્રે ગાઢ નિંદ્રા કુદરતી રીતે આવે.

Back to top button