ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

શું ડીસા બેઠક પર પ્રવીણ માળી લહેરાવશે કેસરિયો ?

Text To Speech

ગુજરાત વિધાનસભા બેઠકોમાં ડીસા વિધાનસભા બેઠકને સૌથી યુવા બેઠક કહી શકાય છે, કારણ કે ડીસા વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસ-આપ ત્રણેય પાર્ટીએ તેનાં સૌથી નવા અને યુવા ઉમેદવારોને ઊતાર્યાં છે. તેમાં ડીસા બેઠક પર ભાજપ પાર્ટીએ ગોર્ધનભાઈ માળીના પુત્ર પ્રવિણ માળીને ટીકિટ આપી છે, ત્યારે ચૂંટણીને લઈને ભાજપ પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં ડીસા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર પ્રવિણભાઈ માળી સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ડીસાની બેઠક જીતવા શું છે યુવા સંજય રબારીનો ગેમ પ્લાન ?

ડીસા બેઠક પર ઠાકોર અને માળી સમાજનું પ્રભુત્વ

ગુજરાત વિધાનસભા બેઠકોમાં ડીસા વિધાનસભા સૌથી ચર્ચિત બેઠક છે, કારણ કે આ બેઠક પર ચોપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલ લેબજી ઠાકોરને પાર્ટીએ ટીકિટ ના આપતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, અને આ બેઠક પર ઠાકોર સમાજ અને માળી સમાજનું ઘણું પ્રભુત્વ છે. તેથી અપક્ષનાં ઉમેદવાર લેબજી ઠાકોર પાસે ઠાકોર સમાજનું જ્યારે ભાજપે ઊભા કરેલ યુવા નેતા પ્રવીણ માળી પાસે માળી સમાજનું સમર્થન છે.

અમે ડીસાને પાણીદાર તાલુકો બનાવીશું : પ્રવીણ માળી

આ મુદ્દે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે,’જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયેલા કામોની પ્રજાએ નોંધ લીધી છે તે રીતે લાગી રહ્યું છે કે આ વખતે ડીસાનું કમળ ગાંધીનગર સુધી જવાનું છે.’ હરિફો વિશે બોલતા કહ્યું કે, ‘લોકશાહીમાં દરેકને લડવાનો હક છે, અમે લોકો માટે લડી રહ્યા છે અને લોકો અમને જોઈ રહ્યાં છે.’ આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘જો ડીસામાં અમારી સરકાર બનશે તો અમે ડીસાને પાણીદાર તાલુકો બનાવીશું. ઉપરાંત ડીસામાં અમે વધુને વધુ વિકાસ કરીશું અને ડીસાને ફસ્ટક્લાસ સીટી બનાવીશું.’

Back to top button