ધર્મ

મોક્ષદા એકાદશી ક્યારે છે? તેનુ મહત્ત્વ, શુભ મુહુર્ત અને પુજા-વિધિ જાણો

Text To Speech

હિન્દુ શાસ્ત્રોમાં એદાકશી વ્રત કરવાનું શુભ માનવામાં આવે છે. એકાદશી એટલ કે અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે. માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ વખતે મોક્ષદા એકાદશી 3 ડિસેમ્બરે આવે છે. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે જે વ્યક્તિ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ફ્યુચર પંચાંગ અનુસાર મોક્ષદા એકાદશીનો પ્રારંભ 3 ડિસેમ્બર 2022, શનિવાર સવારે 5.38 વાગ્યે થાય છે અને તે આગામી દિવસ એટલે કે 4 ડિસેમ્બર રવિવારના દિવસે સવારે 5.33 વાગ્યે ખતમ થશે. તેથી ઉદયાતિથિ અનુસાર એકાદશી 3 ડિસેમ્બરે મનાવવામાં આવશે. મોક્ષદા એકાદશીના દિવસે વ્રતના પારણા કરવાો સમય 4 ડિસેમ્બર બપોરે 1.21 થઈ બપોરે 3.28 સુધીનો છે.

મોક્ષદા એકાદશી ક્યારે છે? તેનુ મહત્ત્વ, શુભ મુહુર્ત અને પુજા-વિધિ જાણો hum dekhenge news

મોક્ષદા એકાદશીની પુજન વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠી જાવ. ત્યારબાદ સ્નાન કર્યા બાદ સાફ કપડા પહેરો અને પુજા સ્થળ પર રાખેલી ચોકી પર પીળા વસ્ત્રો બીછાવો. તેની પર ભગવાન વિષ્ણુની તસવીર મુકી વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ઘીનો દીવો કરીને ફળ, મીઠાઇ અને નૈવેધ અર્પિત કરો. સાથે ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરો. આખો દિવસ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો.

શું છે મોક્ષદા એકાદશીનું મહત્ત્વ
એવી માન્યતા છે કે મોક્ષદા એકાદશીના દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પુજા કરવાથી તમામ મનોકામના પુર્ણ થઇ શકે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા સંદેશ આપ્યો હતો, તેથી મોક્ષદા એકાદશી પર ગીતાજયંતિ પણ મનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ પહેલા દિવસે Digital Rupeeમાં કેટલા કરોડની લેવડદેવડ થઈ, હજુ માત્ર આ 4 બેંકમાં છે કરન્સી

Back to top button