ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં ડાયમંડ અને બિલ્ડર ઉદ્યોગકારોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થતાની સાથે જ સુરતમાં આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિગ દ્વારા આજે વહેલી સવારે ડાયમંડના ઉદ્યોગો સાથે જોડાયેલ વેપારીઓને, બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે એક સાથે 35થી વધુ જગ્યા પર દરોડા પાડ્યા હતા.
સુરતમાં આવક વેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરતના ડાયમંડના ઉદ્યોગપતિ અને તેમના ઠેકાણા વાળી અનેક જગ્યાઓ પર આઈટી વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગના 100થી વધુ અધિકારીઓએ એકી સાથે 35થી વધુ જગ્યા પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે. ત્યારે સર્ચ ઓપરેશનથી ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં આવક વેરા વિભાગના ડિરેક્ટર આજે વહેલી સવારથી શહેરના બિલ્ડર નરેશ શાહ, અરવિંદ બિછુંના ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્સ તેમજ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા રમેશ ચોગઠને ત્યાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા 35 કરતા વધુ સ્થળોએ સર્ચની કાર્યવાહી હાથ ધરાતા શહેરના બિલ્ડર, હીરાવાળા, ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પછી કરેલા ખર્ચનો શું છે Fact Check ?
સુરતમાં લાંબા સમય પછી આવકવેરા વિભાગે કાર્યવાહી શરુ કરી છે. સુરતના મોટા ડાયમંડ ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ છે.