ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠાની ધાનેરા બેઠક પર જીતશે ભગવાનદાસ પટેલ ?

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર ભગવાનદાસ પટેલ સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : થરાદ વિધાનસભાનાં ઉમેદવાર શંકર ચૌધરીએ જણાવી રણનીતિ

ધાનેરામાં પાણી,આરોગ્ય અને રોજગારની સમસ્યોઓ હલ કરીશું : ભગવાનદાસ પટેલ

ચૂંટણીને લઈને ભગવાનદાસે જણાવ્યું હતું કે,’ધાનેરાનાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે, તેથી ખેતી માટે પાણીનો મુદ્દો અહિં મુખ્ય છે, પાણીનાં તળ દિવસેને દિવસે ઊંડા જાય છે, જો ગુજરાતમાં અને ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, કે જે બની જ રહી છે, તો તમામ આ પાણીની સમસ્યાઓનો હલ અમે લાવીશું.’

આ સિવાય અમારો પ્રયત્ન છે કે ધાનેરામાં મોટી સિવિલ હોસ્પિટલ આધુનિક ઢબે બને કે જે કોંગ્રેસનાં  છેલ્લાં 10 વર્ષનાં શાસનમાં નથી બની, અને બીજા ઘણાં વિકાસનાં કામો નથી થયાં તે તમામ કામો અમારી સરકાર આવીને કરશે.આ સિવાય અમે દાંતિવાડા અને ધાનેરામાં પાણી સિવાય રોજગારી માટે GIDC પણ ઊભી કરીશું, જેથી યુવાનોને રોજગારી મળે અને બંને તાલુકામાં સરાકારી કોલેજો પણ ઊભી કરીશું. આ ઉપરાંત તેમનાં હરિફો વિશે વાત કરતાં ભગવાનદાસે કહ્યું હતું કે ધાનેરાની જનતા એ જાગૃત જનતા છે. કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે હરિફાઈ છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી.

Back to top button