થરાદ વિધાનસભાનાં ઉમેદવાર શંકર ચૌધરીએ જણાવી રણનીતિ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે કઈ નવી રણનીતિને લઈને મેદાને છે તે જાણવા ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં થરાદ વિધાનસભા બેઠકનાં ઉમેદવાર શંકર ચૌધરી સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપની રણનીતિ અંગે શું કહ્યુ?
આ વખતની ચૂંટણી થરાદની જનતા લડી રહી છે : શંકર ચૌધરી
થરાદ વિધાનસભા બેઠકનાં ઉમેદવાર શંકર ચૌધરીએ વાત કરતાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી નથી લડી રહી, પરંતુ થરાદની જનતા લડી રહી છે, કારણ કે અઢી વર્ષનાં અનુભવ બાદ જનતાએ નક્કી કરી લીધુ છે કે આ વર્ષે થરાદમાં કમળને ખીલાવવું છે, તે નક્કી છે.
અમે 97 જેટલાં ગામોમાં પાણી પહોંચાડીશું
થરાદની સમસ્યોઓ પર વાત કરતાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે,’આ વિસ્તારમાં પહેલાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યાં બાદ નર્મદાનું પાણી છેક કેવડિયાથી અહિંયા સુધી લાવ્યાં. પરંતું હજુ પણ અહિં 97 જેટલાં ગામોમાં અમે પાણી પહોંચાડીશું, જળસ્તર વધે અને લોકોનાં ખેતરમાં હરિયાળી છવાય, એજ અમારો સંકલ્પ છે.’
થરાદમાં બનશે મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ
આ સિવાય હેલ્થ વિશે વાત કરતાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે,’આરોગ્ય વિશે વાત કરવામાં આવે તો જ્યારે અહિં પરબતભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા અને હું પણ જ્યારે આરોગ્ય મંત્રી હતો ત્યારે પણ ઘણાં પ્રાઈમરી હેલ્થ સેન્ટરો ખુલ્યા છે, આ ઉપરાંત અમારુ એ પણ ધ્યેય છે કે આ વિસ્તારમાં એક મોટી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ બને, જેથી અહિંના કોઈ પણ દર્દીને ઈલાજ માટે બહાર ના જવું પડે, તે માટે અમે લોકોને આ હોસ્પિટલ બનાવવાનું વચન આપ્યું છે.’
ચૂંટણી દરમ્યાન થરાદમાં દિવાળી જેવો માહોલ
ચૂંટણી પ્રચાર દરમ્યાન ગ્રામજનોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ગામમાં ચૂંટણી કરતાં કોઈ તેહવાર હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓનું જે સમર્થન મળી રહ્યું છે તે પ્રમાણે ખરેખર દિવાળી જેવો માહોલ છે.