ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પરેશ રાવલના નિવેદનથી વિવાદ, રોહિંગ્યા મુસલમાનો પર ટિપ્પણી કરતા વીડિયો વાઈરલ

Text To Speech

અભિનેતા અને રાજકારણી પરેશ રાવલ ફરી એક વાર તેના નિવેદનથી વિવાદમાં આવ્યો છે. ગુજરાતમાં ચૂંટણીને લઈને ખુબ જોરશોરમાં પ્રચાર તેમજ સભાઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણીના પ્રચાર દરમિયાન એક સભાને સંબોધતા પરેશ રાવલે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે તેના આ નિવેદની લોકો ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પ્રથમ તબક્કામાં ગત ચૂંટણી કરતા 8% ઓછું મતદાન થયું, જાણો શું કહે છે સૌરાષ્ટ્ર-કચ્છનો ટ્રેન્ડ

ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે લોકોને સંબોધતા મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માંગ અંગે સરકારનો બચાવ કરતા પરેશ રાવલે કહ્યું હતુ કે, ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થશે તેમજ લોકોને રોજગારી પણ મળશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસલમાનો તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે, ત્યારે તમે ગેસ સિલિન્ડર ખરીદીને શું કરશો ? બંગાળીઓ માટે માછલી રાંધશો? આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, ગુજરાતની જનતા મોંઘવારી સહન કરશે પણ આ નહીં. આ સાથે વિપક્ષીઓ પર નિશાન સાંધ્યુ હતુ .

અભિનેતા પરેશ રાવલ બીજેપીના સમર્થનમાં છે ત્યારે વલસાડમાં તેઓએ પ્રચાર દરમિયાન એક વિવાદસ્પદ નિવેદન આપ્યુ હતુ જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા પરેશ રાવલ બીજેપીના પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. દરમિયાન પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લીમોનો ઉલ્લેખ કરતા જે નિવેદન આપ્યું હતું જેના પર વિવાદ શરૂ થયો છે.

Back to top button