નેશનલ

NIAએ આતંકી હરપ્રીત સિંહની ધરપકડ કરી, લુધિયાણા કોર્ટ બ્લાસ્ટનો છે આરોપી

Text To Speech

નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 1લી ડિસેમ્બરે મલેશિયાના કુઆલાલમ્પુરથી ફરાર આતંકવાદી હરપ્રીત સિંહની ધરપકડ કરી છે. NIAએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF)ના બની બેઠેલા વડા હરપ્રીત, લખબીર સિંહ રોડેનો સહયોગી છે અને ડિસેમ્બર 2021 લુધિયાણા કોર્ટ બિલ્ડિંગ બ્લાસ્ટના કાવતરાખોરોમાંનો એક હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

NIA અનુસાર, રોડેની સૂચનાઓ પર કામ કરીને, હરપ્રીતે ખાસ બનાવેલા IEDsની ડિલિવરીનું સંકલન કર્યું, જે પાકિસ્તાનથી ભારતમાં તેના સહયોગીઓને મોકલવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ લુધિયાણા કોર્ટ કોમ્પ્લેક્સ બ્લાસ્ટમાં થયો હતો.

આતંકી પર 10 લાખનું ઈનામ જાહેર હતું
NIAએ હરપ્રીત સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સ્પેશિયલ NIA કોર્ટમાંથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયું હતું અને લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું હતું.

Back to top button