ચીન છોડીને ભારતમાં પ્રોડક્શની તૈયારીમાં એપલ,વેપારની સંભાવનાઓ પર વિચાર
નવી દિલ્હી : ભારતમાં ઉદ્યોગ નિર્માણ ઝડપથી ઉભરી રહ્યું છે. કોરોના કાળ પછી જ્યાં દુનિયાભરની બજારો ત્રાહિમામ મચાવી રહી છે. તેવામાં ભારતની અર્થવ્યવસ્થા આ મામલે સતત આગળ વધી રહી છે. તેથી જ વિશ્વિની દિગ્ગજ કંપનીઓની નજરે ભારતમાં રોકાણ કરવા માટે સુરક્ષિત બજાર બની રહ્યું છે. ત્યારે ઘણી મોટી કંપનીઓ અન્ય દેશમાંથી પોતાનો વેપાર સમેટીને ભારતમાં લાવવાના પ્રયત્નો કરી રહી છે. જાણકારી અનુસાર ટેક જગતની દિગ્ગજ કંપની એપલ ચીનમાંથી પોતાના ઉત્પાદનને બીજા દેશોમાં ખસેડવા પર વિચાર કરી રહ્યું છે. અને તેઓ ભારતને એક સાસા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
શા માટે ભારત બન્યું પ્રથમ પસંદ
Apple એ પોતાના ઘણા નિર્માતાઓને નિર્દેશ આપ્યો છે, કે તે ચીનની બહાર ઉત્પાદન વધારવા માંગે છે. એક એહવાલ અનુસાર એપલ ભારત અને વિયેતનામમાં પોતાનો વેપાર સ્થાપિત કરવાની સંભાવનાઓ પર વિચાર અને અભ્યાસ કરી રહ્યું છે. ભારત અને વિયેતનામમાં હાલ એપલના વૈશ્વિક ઉત્પાદનમાં ઘણી ઓછી ભાગીદારી છે. એક અંદાજ પ્રમાણે માત્ર ચીનમાં 90 ટકાથી વધારે એપલનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમા આઈફોન, આઈપેડ અને મેકબુક કમ્પ્યુટરોનું નિર્માણ થાય છે.
ગત મહિને એપલના સીઇઓ ટીમ કુકે કહ્યું હતું કે તેમની આપૂર્તિ શ્રુંખલા વાસ્તવમાં વૈશ્વિક છે, અને તેથી ઉત્પાદક દરેક સ્થાને બનાવવામાં આવે. તેમણે એ પણ કહ્યું કે તે અન્ય દેશોની સંભાવનાઓ પર સતત વિચાર કરી રહ્યા છે.
એપલના વરિષ્ઠ અધિકારીઓ આ મુદ્દા પર સતત ચર્ચા કરી રહ્યા છે. નિષ્ણાતો બેઇજિંગના દમનકારી શાસન અને યુએસ સાથેના તેના વધતા વિવાદને ચીનમાંથી પોતાનો કારોબાર પાછો ખેંચી લેવાનું કારણ ગણાવી રહ્યા છે. ચીનમાં કામદારોની સંખ્યા એટલી બધી છે કે, આ સંખ્યા એશિયાના ઘણા દેશોની વસ્તી કરતા વધુ છે. કોરોનાને કારણે ચીને અહીં કડક નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે, Appleએ છેલ્લા બે વર્ષમાં માત્ર થોડા જ એક્ઝિક્યુટિવ્સ અને એન્જિનિયરોને ચીન મોકલ્યા છે, જેના કારણે ઉત્પાદનના સ્થળોનું વ્યક્તિગત નિરીક્ષણ કરવું મુશ્કેલ બન્યું છે.