ગુજરાતચૂંટણી 2022

આપ અને રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા આકરા પ્રહાર

  • ભાયલી- માંજલપુરની સભામાં કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી અને કેજરીવાલ પર કર્યા પ્રહારો
  • બાબા અને રેવડીવાલાને ગુજરાતી આવડતું નથી
  • ઝાડુંવાલા દિલ્હી પહોચી ગયા અને અમેઠીથી અમે ચાલતા કર્યા તે હજુ સુધી દેશમાં ચાલે છે

ગુજરાત વિભાનસભાની ચૂંટણીમાં ગતરોજ પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. જેમાં કચ્છ- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં ભાયલી ખાતે ભાજપની જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપની સરકારમાં જય શ્રી રામ જયઘોષ કરવી નસીબની વાત છે. બંગાળ અને કેરળમાં જય શ્રી રામ બોલનારાને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે.

ભાયલીમાં ડભોઈ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શૈલેષ સોટ્ટાના પ્રચારમાં માટે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જય શ્રી કૃષ્ણ બોલીને સભાને સંબોધી હતી અને કહ્યું હતું કે, ગુજરાતી આવડે છે પરંતુ થોડું હિન્દીમાં બોલવું પડશે. કારણ કે જ્યાં સુધી મારો અવાજ પહોંચવો જોઇએ તેઓને ગુજરાતી આવડતું નથી. આ રીતે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા સ્મૃતિ ઈરાની બોલ્યા હતાં કે, બાબા અને રેવડીવાલને ગુજરાતની આવડતું નથી એટલે મારે થોડું હિન્દીમાં બોલવું પડશે.

આ પણ વાંચો : પીએમ મોદીએ 54 કિલોમીટરનો રોડ શો પૂર્ણ કર્યો : 3.45 કલાક સુધી કર્યો પ્રચાર

ઝાડુવાળા દિલ્હી પહોંચી ગયા અને અમેઠીથી અમે ચાલતા કર્યાં તે હજુ સુધી દેશમાં ચાલે છે. ભાજપની સરકારમાં જય શ્રી રામનો જયઘોષ કરવો નસીબની વાત છે. બંગાળ અને કેરળમાં જય શ્રી રામ બોલનારને મોટી કિંમત ચુકવવી પડે છે. આમ આદમી પાર્ટીના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને ગાળો આપી અને હિન્દુ મંદિરોનું અપમાન કર્યું.

હિરાબાના સામાન્ય પુત્ર, અસાધારણ સ્થિતિમાં અસાધારણ પ્રધાન સેવક થયા છે, નરેન્દ્રભાઇ થવું સહેલું નથી. આજે પહેલા તબક્કાની ચુંટણીમાં ગુજરાતીઓએ બતાવ્યું કે મત મળશે તો ભાજપને મળશે. સ્મૃતિ ઇરાનીએ તરસાલી ખાતે જાહેર સભામાં કોંગ્રેસ અને આપની નીતિઓની ટીકા કરી હતી.

મેડમ, બેબી, બાબા અને જીજાજી પ્રચારમાં આવ્યા નથી

ગાંધી પરિવાર પર કટાક્ષ કરતા સ્મૃતિ ઈરાની કહયું હતું કે, ગુજરાતમાં મેડમ, બેબી, બાબા અને જીજાજી પ્રચારમાં આવ્યા નથી. બાબા એક દિવસ આવ્યા ત્યારે બાબાને થયું કે ગુજરાતીઓને હિન્દી આવડતું નથી. જેથી તેમણે ભરત સોલંકીને અનુવાદ કરવાનો આદેશ આપ્યો હતો. અરે ભાઇઓ હિન્દી આવડતું ન હોત તો ગુજરાતીઓ સાસ ભી કભી બહુથી સિરિયલ જોવે ? શરીરના વસ્ત્ર પર જનોઈ પહેંરનાર રાહુલ ગાંધીને ધર્મ પ્રત્યે પ્રેમ નથી પરંતુ પાખંડ છે. પાખંડ તો અધર્મનો પુત્ર છે.

આપ અને રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીએ કર્યા આકરા પ્રહાર- humdekhhengenews

રાહુલની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિન્દાબાદના નારા લાગ્યા

સ્મૃતિ ઈરાનીએ આક્ષેપ કર્યો હતો કે, ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિન્દાબાદના નારા લાગ્યા છતાં રાહુલ ગાંધી ચુપ રહ્યા હતાં. આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકો સાથે રાહુલ ગાંધી યાત્રા કાઢે છે. ભારત તૂટયું ક્યાં છે ? આવા પાખંડીઓને એક પણ મત જવો જોઇએ નહીં.

માંજલપુરમાં હરીફ ઉમેદવારોની ડિપોઝિટો થશે ડૂલ

માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેશ સોટ્ટાના પ્રચાર માટે ગુરુવારે વડોદરા આવેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તરસાલી ખાતેના પાર્ટીપ્લોટમાં જાહેરસભા ગજવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પે આકરા પ્રહાર કાર્ય હતા. આ બંન્ને હરીફ રાજકીય પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થશે તેવો હુંકાર કર્યો હતો .તાજેતરમાં બે દિવસ પહેલાં માંજલપુર વિધાનસભા મત ક્ષેત્રમાં સમાવીષ્ટ તુલસીધામ ચાર રસ્તા પાસેના કોંગ્રેસના કાર્યાલય પાસે બે કાર્યકરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનાને ટાંકીને એવુ સંબોધન કર્યુ હતુ કે, જે પક્ષના કાર્યકરો વચ્ચે અંદરો અંદર તકરાર થાય છે તેઓ પ્રજા સાથે કેવું વર્તન કરશે. તેમજ માંજલપુરની બેઠક માટે પણ આમ આદમી પાર્ટીમાં ત્રણ વખત ઉમેદવારો બદલાયા હોવાનું ભાર પૂર્વક જણાવ્યુ હતુ. ભાજપના હરીફ પક્ષના ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થશે તેમ જણાવ્યુ હતુ.

Back to top button