ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

50 વર્ષની ઉંમરે પણ આપ 35 વર્ષના દેખાશો, ડેઇલી ડાયટમાં આ પાંચ ફૂડને કરો સામેલ

50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી દેખાઈ શકે છે. આ માટે આપને યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય. યુવાન દેખાવું અને ઊર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે તમે 50 વર્ષ વટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો. આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઇ શકો છો. એટલે કે, 50 વર્ષની ઉંમરે પણ, તમે 35 વર્ષની ઉંમરે જેટલી ત્વચા કાંતિમય બનાવી શકો છો. આ માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. અહીં અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું દરરોજ સેવન કરવાથી 50 વર્ષની ઉંમરમાં પણ વૃદ્ધાવસ્થા તમને સ્પર્શશે નહીં.

મધનું સેવન કરો : દરેક લોકોને મધ ખાવું પસંદ હોય છે. તેને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. 20-25 વર્ષની ઉંમરથી તમારા રોજિંદા આહારમાં મધનું સેવન શરૂ કરો. તમે તેને દૂધમાં ભેળવીને લઈ શકો છો અથવા તમે સવાર-સાંજ એક-એક ચમચી ખાઈ શકો છો. મધ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. તે ત્વચાને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે.

મખાના ખાઓ : તમે દરરોજ એક બાઉલ મખાને ખાવાનું શરૂ કરો. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જો ગ્રામમાં વાત કરીએ તો તમે દરરોજ 5 થી 10 ગ્રામ મખાના ખાઈ શકો છો. જો કે તમારે તળેલા મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ એન્ટીએજિંગ ખોરાક છે.

હળદરવાળું દૂધ પીવો : હળદર વાળું દૂધ સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ નથી લાગતુ પરંતુ તેના ફાયદા ચોક્કસ છે. દરેક એજ ગ્રૂપના લોકોએ હળદરનું દૂધ પીવું જોઇએ. સ્કિનને હેલ્થી રાખવાની સાથે તે શરીરને સંક્રમણથી પણ દૂર રાખે છે.

રોજ એક બીટ ખાવ : બપોરે અથવા સાંજે સલાડમાં બીટ લો. શરીરને નજીવી માત્રામાં ચરબી મળે છે જ્યારે પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ વગેરે અનેક પ્રકારના મિનરલ્સ અને પોષક તત્વો મળે છે. બીટરૂટનું સેવન બ્લડ લેવલ જાળવી રાખવા અને ત્વચાના કોષોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

ડ્રાયફ્રૂટનું કરો સેવન : તમારે દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આમાં બદામ-કાજુ-કિસમિસ અને અખરોટનો સમાવેશ થવો જોઈએ. આ ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાથે જ તમારે દિવસમાં બે ગ્લાસ દૂધ અને એક વાટકી દહીં અવશ્ય ખાવું જોઈએ. તમારા લંચમાં દહીંનો સમાવેશ કરો અને નાસ્તા પહેલા અને રાત્રે જમ્યાના 2 કલાક પછી દૂધ પીવો. આમ કરવાથી શરીરને પૂરેપૂરું પોષણ મળશે અને ગરમીમાં પણ નુકસાન નહીં થાય.

Back to top button