જામજોધપુરના ધ્રાફા ગામમાં મતદાનનો બહિષ્કાર : ગ્રામજનોએ કર્યો વિરોધ
આજે ગુજરાત વિધાનસભાનાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, તેવામાં ગુજરાતની અમુક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમાંનું એક ગામ જામનગર જિલ્લાનું ધ્રાફા ગામ પણ છે.
આ પણ વાંચો : પ્રથમ તબક્કાનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ, આટલા બેલેટ યુનિટ અને વીવીપેટી રિપ્લેસ કરાયા
સ્ત્રી-પુરુષનાં મતદાન મથકોને ભેગા કરી દેતા કર્યો વિરોધ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વર્ષોથી મહિલાઓ માટે તેમજ પુરુષો માટે બે અલગ અલગ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે બન્ને મતદાન મથકોને ભેગા કરી દેવાયા હતા, જેનો ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે, અને મતદાનનો બહિષ્કાર કર્યો છે.
‘નો વોટ’ની લગાવી નોટિસ
બન્ને મતદાન મથકોને ભેગા કરી દેતા ધ્રાફાના ગ્રામજનોએ ‘નો વોટ’ સાથે ખાસ નોંધ મૂકી મતદાનનો વિરોધ કર્યો હતો. વિરોધનાં પગલે ધ્રાફાના ગ્રામજનોએ ‘કોઈપણ ભોગે કોઈપણ પાર્ટીએ ધ્રાફા ગામમાં પ્રચાર કરવા કે મત માંગવા આવવું નહીં, તેવા સૂત્ર લગાવી દઈ ત્યાં સુધી અમારી જૂની પરંપરા જુદા જુદા બે બુથ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમો સંપૂર્ણપણે સમસ્ત ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીએ છીએ,’ તેવી નોટિસ લગાવી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.