ગુજરાતચૂંટણી 2022

પ્રથમ તબક્કાનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ, આટલા બેલેટ યુનિટ અને વીવીપેટી રિપ્લેસ કરાયા

Text To Speech

પ્રથમ તબક્કાનું મતદાન આજે સાંજે 5:00 વાગે સંપન્ન થયું હતું. પ્રાથમિક અંદાજો પ્રમાણે 89 બેઠકો માટે યોજાયેલા મતદાન સંદર્ભે હજુ ઘણી જગ્યાએથી મતદાનના આંકડા જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. આજે મોડી રાત્રે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

મતદાનની પ્રક્રિયા સરળ અને સુપેરે પૂર્ણ

19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા સરળ અને સુપેરે પૂર્ણ થઈ છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત હતા. આજે મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમ્યાન માત્ર 0.34% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.32% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.94% વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. આજે દિવસ દરમ્યાન EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ, ક્યાંક લોકોમાં ઉત્સાહ ક્યાંક નિરાશાજનક

EVM અંગેના 17 એલર્ટ્સ

આજે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 05, ટોળા અને હિંસા અંગેની 02, આદર્શ આચરસંહિતા ભંગની 02 તથા અન્ય 07 એલર્ટ્સ હતી. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે EVM અંગેની 06 ફરિયાદો, બોગસ વોટીંગની 02, કાયદો અને વ્યવસ્થા અંગેની 30, આદર્શ આચરસંહિતા ભંગની 36 તથા અન્ય 30 ફરિયાદો મળી કુલ 104 ફરિયાદો મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમું મતદાન, બોગસ વોટીંગ અને પાવર કટ અંગેની ફરિયાદો મળી હતી. c-VIGILથી 221 ફરિયાદો મળી હતી.

Back to top button