ટ્રેન્ડિંગનેશનલ

સરકારે ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહિત કરતાં કન્ટેટને લઈને FM રેડિયો ચેનલોને આપી ચેતવણી

Text To Speech

આજે સરકાર તરફથી એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડ્રગ્સ સહિત ડ્રગ્સનો પ્રચાર કરતી સામગ્રી સાથે સંબંધિત ગીતો હવે FM રેડિયો પર વગાડવામાં આવશે નહીં. વાસ્તવમાં, કેન્દ્ર સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે FM રેડિયો ચેનલોને ચેતવણી આપી છે કે ડ્રગ્સનો પ્રચાર કરતા ગીતો અથવા અન્ય સામગ્રી પ્રસારિત ન કરો. મંત્રાલયે તેના નિર્દેશમાં કહ્યું છે કે, “નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને આલ્કોહોલ, ડ્રગ્સ, ગન કલ્ચર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી કોઈપણ સામગ્રીનું પ્રસારણ કરવામાં ન આવે.”

આ પણ વાંચો  : હવે WhatsApp પર જ મેળવી શકાશે આધાર કાર્ડ અને પાન કાર્ડ

કેમ જારી કરવામાં આવી આ એડવાઈઝરી ? 

મંત્રાલયે કેટલીક FM ચેનલો દ્વારા આવા ગીતો કે જેમાં આલ્કોહોલ, ડ્રગ્સ, શસ્ત્રો, અને ગન કલ્ચરને પ્રોત્સાહિત કરતી સામગ્રીનું પ્રસારણ કરતાં આ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઇઝરી જારી કરાવવા અને સરકારનું એ તરફ ધ્યાન દોરવામાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ન્યાયિક નોંધ લીધી હતી કે આવો કન્ટેટ નવા વયના બાળકોને અસર કરે છે અને બાળકોમાં ગન કલ્ચરને જન્મ આપે છે.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે આવી સામગ્રી ઓલ ઈન્ડિયા રેડિયો પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કરે છે અને કેન્દ્ર સરકારને પરવાનગી સસ્પેન્ડ કરવા અને ટ્રાન્સમિશન પર પ્રતિબંધ સહિતના નિયંત્રણો લાદવાનો અધિકાર છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના ઉલ્લંઘનના કિસ્સામાં ગ્રાન્ટ ઑફ પરમિશન એગ્રીમેન્ટ (GOPA) અને માઈગ્રેશન ગ્રાન્ટ ઑફ પરમિશન (MGOPA)માં નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર યોગ્ય માનવામાં આવતા દંડાત્મક પગલાં લેવામાં આવશે.

Back to top button