પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 5 વાગ્યા સુધીમાં અંદાજિત 58 ટકા જેટલું મતદાન, જાણો જિલ્લાવાર આંકડો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેરાત પછી જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે મતદાનના દિવસ આખરે આવી ગયો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે આજે 19 જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 788 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સંગ્રહ થશે અને તેના પરિણામ 8 ડિસેમ્બરના જનતાની સામે આવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો પર મતદાન વધ્યું. સૌરાષ્ટ્રમાં હજી પણ મતદાન ઓછું. શહેરી વિસ્તારોમાં સુરત, રાજકોટ જામનગરમાં પણ મતદાનમાં નિરસતા.
Live Update :
રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 56.75 ટકા જેટલું મતદાન થયો હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન થયુું છે. રાજકોટમાં સૌથી ઓછું 51.76
- અમરેલીમાં 52.73 ટકા મતદાન
- ભરૂચમાં 63.08 ટકા મતદાન
- ભાવનગરમાં 51.34 ટકા મતદાન
- બોટાદમાં 57.15 ટકા મતદાન
- ડાંગમાં 64.84 ટકા મતદાન
- દેવભૂમિ દ્વારકામાં 59.11 ટકા મતદાન
- ગીર સોમનાથમાં 60.46 ટકા મતદાન
- જામનગરમાં 53.98 ટકા મતદાન
- જૂનાગઢમાં 56.95 ટકા મતદાન
- કચ્છમાં 54.91 ટકા મતદાન
- મોરબીમાં 56.20 ટકા મતદાન
- નર્મદામાં 68.09 ટકા મતદાન
- નવસારીમાં 65.91 ટકા મતદાન
- પોરબંદરમાં 53.84 ટકા મતદાન
- રાજકોટમાં 55.93 ટકા મતદાન
- સુરતમાં 57.83 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 58.14 ટકા મતદાન
- તાપીમાં 72.32 ટકા મતદાન
- વલસાડમાં 62.46 ટકા મતદાન
અંતિમ એક કલાકમાં પણ મતદાન માટે જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો નથી.
જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- અમરેલી 44.62
- ભરૂચ 52.45
- ભાવનગર 45.91
- બોટાદ 43.67
- ડાંગ 58.55
- દેવભૂમિ દ્વારકા 46.55
- ગીર સોમનાથ 50.89
- જામનગર 42.26
- જુનાગઢ 46.03
- કચ્છ 45.45
- મોરબી 53.75
- નર્મદા 63.88
- નવસારી 55.10
- પોરબંદર 43.12
- રાજકોટ 46.68
- સુરત 47.01
- સુરેન્દ્રનગર 48.60
- તાપી 64.27
- વલસાડ 53.49
રાજ્યમાં મતદાનમાં ધીમે ધીમે લોકોનો ઉત્સાહ વધ્યો, 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા જેટલું મતદાન થયું. જેમાં જામનગરમાં સૌથી ઓછું 42.26 અને તાપીમાં 64.27 ટકા મતદાન નોંધાય છે.
આ પણ વાંચો : ‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારો પરંપરાગત વેશભૂષામાં દેખાયા
જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- અમરેલી 44.62
- ભરૂચ 52.45
- ભાવનગર 45.91
- બોટાદ 43.67
- ડાંગ 58.55
- દેવભૂમિ દ્વારકા 46.55
- ગીર સોમનાથ 50.89
- જામનગર 42.26
- જુનાગઢ 46.03
- કચ્છ 45.45
- મોરબી 53.75
- નર્મદા 63.88
- નવસારી 55.10
- પોરબંદર 43.12
- રાજકોટ 46.68
- સુરત 47.01
- સુરેન્દ્રનગર 48.60
- તાપી 64.27
- વલસાડ 53.49
બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 34.48 ટકા મતદાન થયું છે, જેમાં તાપીમાં સૌથી વધુ 46.35 ટકા જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું 30.20 ટકા મતદાન નોંધાયું છે
જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- અમરેલી 32.01
- ભરૂચ 35.98
- ભાવનગર 32.74
- બોટાદ 30.26
- ડાંગ 46.22
- દેવભૂમિ દ્વારકા 33.89
- ગીર સોમનાથ 35.99
- જામનગર 30.34
- જુનાગઢ 32.96
- કચ્છ 33.44
- મોરબી 38.61
- નર્મદા 46.13
- નવસારી 39.20
- પોરબંદર 30.20
- રાજકોટ 32.88
- સુરત 33.10
- સુરેન્દ્રનગર 34.18
- તાપી 46.35
- વલસાડ 38.08
રાજ્યમાં વિવિધ જગ્યા પર ફરિયાદો સામે આવી છે, જેમાં દિલીપ સંઘાણીની ‘હાર્દિક’ ટકોર, રાજકીય ભવિષ્ય અંગે શું કહ્યું સંઘાણીએ ?
સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા જેટલું મતદાન થયું, જેમાં તાપીમાં સૌથી વધુ26.47 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકામાં 15.86 ટકા મતદાન થયું
જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- અમરેલી 19
- ભરૂચ 17.57
- ભાવનગર 18.84
- બોટાદ 18.50
- ડાંગ 24.99
- દેવભૂમિ દ્વારકા 15.86
- ગીર સોમનાથ 20.75
- જામનગર 17.85
- જુનાગઢ 18.85
- કચ્છ 17.62
- મોરબી 22.27
- નર્મદા 23.73
- નવસારી 21.79
- પોરબંદર 16.49
- રાજકોટ 18.98
- સુરત 16.99
- સુરેન્દ્રનગર 20.67
- તાપી 26.47
- વલસાડ 19.57
પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા, અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 4.52 %
આ પણ વાંચો : Live Update : સૌરાષ્ટ્રમાં મતદાન મથકો પર લાગી લાઈનો, ઘણાં વિસ્તોરામાં હજી નિરસતા
સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા
સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા
જિલ્લા પ્રમાણે વિગતો
- અમરેલી 4.68
- ભરૂચ 3.44
- ભાવનગર 4.13
- બોટાદ 4.62
- ડાંગ 7.76
- દેવભૂમિ દ્વારકા 4.09
- ગીર સોમનાથ 5.17
- જામનગર 4.42
- જુનાગઢ 5.04
- કચ્છ 5.06
- મોરબી 5.17
- નર્મદા 5.30
- નવસારી 5.33
- પોરબંદર 3.92
- રાજકોટ 4.45
- સુરત 3.54
- સુરેન્દ્રનગર 5.41
- તાપી 7.25
- વલસાડ 5.58
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે જણાવ્યું
गुजरात के सभी भाई बहनों से अपील है, वोट करें…
रोज़गार के लिए
सस्ते गैस सिलेंडर के लिए
किसानों की कर्ज़ा माफी के लिएगुजरात के प्रगतिशील भविष्य के लिए, भारी संख्या में मतदान करें और लोकतंत्र के इस पर्व को सफल बनाएं।#કોંગ્રેસ_આવે_છે
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2022
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી
ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ – "તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો."
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 1, 2022
આ પહેલાં વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે. અને લોકશાહીના પર્વમાં તમામ લોકો ભાગ લે તેવી અપીલ કરી છે.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
— Narendra Modi (@narendramodi) December 1, 2022
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમજ લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે શુભેચ્છા પાઠવી છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે.
પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 1, 2022
આ પણ વાંચો : ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો AAPની તાકાત-નબળાઇ-તક અને પડકારો
આજે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન
- કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
- સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
- મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
- રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
- જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
- જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
- ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
- અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
- ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
- બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
- નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
- ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
- સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
- તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
- ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
- નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
- વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
કુલ ઉમેદવારોઃ788
718 પુરૂષ ઉમેદવાર
70 મહિલા ઉમેદવાર
રાજકીય પક્ષોઃ 39 રાજકીય પક્ષો
કુલ મતદારો: 2,39,76,670
1,24,33,362 પુરૂષ મતદારો
1,1,5,42,811 મહિલા મતદારો
497 ત્રીજી જાતિના મતદારો
18થી 19 વર્ષની વયના મતદારો: 5,74,560
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ4,945
આ પણ વાંચો : ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ભાજપની સંપૂર્ણ સ્થિતિ