ડીસામાં પ્રવીણ માળીએ વોટ આપવા કરી અપીલ, કહ્યું પાણીની સમસ્યાનો હલ લાવીશું
પાલનપુર : ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા, જાવલ, ગુગળ, રોબસ ખાતે બુધવારે ડીસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવિણભાઈ માળીની સભા યોજાઈ હતી. તેમાં ગ્રામજનો દ્વારા પ્રવીણ માળીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તા તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રવિણ ભાઈ એ જણાવ્યું હતું કે, ડીસા તાલુકો મારે પાણી વાળો કરવો છે. પણ તમે બધા સાથ અને સહકાર આપજો. અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને વિજય બનાવો. એવી અપીલ કરી હતી. જ્યારે ડીસા વિધાનસભા ભારતીય જનતા પક્ષને પ્રચંડ વિજયી બનાવવા તમામ સમાજના સૌ આગેવાન, વડીલો, યુવાનોએ સંકલ્પ કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતનું એક મતદાન મથક એવું જ્યાં 100 ટકા મતદાન 11 વાગ્યે જ પૂર્ણ થઈ ગયું
ભૂગર્ભજળ 800 ફૂટ ઉંડા ગયા છે
ડીસા શહેર પાસેથી પસાર થતી બનાસ નદીમાં જ્યારે દાંતીવાડા ડેમ ઓવરફ્લો થાય ત્યારે જ આ નદી જીવંત બને છે. એક સમયે બનાસ નદીના પટમાં 17 થી વધુ બોરવેલ દ્વારા પાણી ખેંચવામાં આવતું હતું, અને તે થરાદ પહોંચાડવામાં આવતું હતું. પરંતુ થરાદમાં નર્મદા કેનાલ આવતા હવે આ પાણી ખેંચવાનું બંધ થયું છે. પરંતુ બનાસ નદી જીવંત ન રહેતા હવે ડીસા પંથકના ભૂગર્ભજળ 800 થી 1200 ફૂટ જેટલા ઉંડા ગયા છે. જેથી પાણીની સંભવિત સમસ્યાના સમાધાન માટે નર્મદા આધારિત અટલ ભુજલ યોજના અમલમાં આવે તો શહેરને પાણીની મુશ્કેલી પડશે નહીં