લાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે પણ રાતે 9 વાગ્યા પછી જમો છો? તો આ ગંભીર બિમારીનો થઇ શકો છો શિકાર

Text To Speech

રાતનું જમવાનું આપણા આરોગ્ય પર ખુબ ઉંડી અસર કરે છે. આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલ કે લેટ નાઇટ જોબને કારણે ઘણા લોકો મોડું જમે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને રાતે મોડું જમવાની આદત હોય છે. લેટ જમવાની આદત આરોગ્ય માટે ખુબ જ ખરાબ છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છો અને લેટનાઇટ ડિનર કરો છો તો આ આદતને આજે જ બદલો. આ આદત પણ તમને બિમાર કરી શકે છે. રાતે લેટ જમવાથી ભોજન પચતુ નથી અને શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ ઉદ્ભવે છે.

રાતે 9 વાગ્યા પછી ડિનર કરવાથી હેલ્થને ખુબ જ નુકશાન થાય છે. ડિનર અને ઉંઘ વચ્ચે બેથી ત્રણ કલાકનો ગેપ હોવો જરૂરી છે. જ્યારે લોકો જમ્યા બાદ તરત સુઇ જાય છે તો ભોજન યોગ્ય રીતે પચી શકતુ નથી. શરીરનું મેટાબોલિઝમ ધીમી ગતિથી કામ કરવા લાગે છે. આ કારણે શરીર કેટલીયે બિમારીઓને આમંત્રણ આપે છે.

શું તમે પણ રાતે 9 વાગ્યા પછી જમો છો? તો આ ગંભીર બિમારીનો થઇ શકો છો શિકાર hum dekhenge news

ક્યારે ભોજન કરવુ બેસ્ટ
મોડી રાતે ભોજન કરવાથી કબજિયાત, ગેસ, હાઇ બ્લડ શુગર, મેદસ્વીતા અને હ્રદય રોગ જેવી બિમારીઓ થાય છે. મોટાભાગના અભ્યાસોમાં સાંજે 6થી રાતે 8 સુધીમાં ભોજન કરવુ બેસ્ટ મનાયુ છે.

પાચનની સમસ્યા
રાતે મોડા ખાવાની સૌથી વધુ અસર પાચનશક્તિ પર પડે છે. રાતે જમ્યા બાદ કોઇ એક્ટિવિટી હોતી નથી અને આપણે સીધા બેડ પર જઇએ છીએ. આ કારણે જમવાનુ પચતુ નથી અને એસિડીટી, બ્લોટિંગ જેવી સમસ્ચાઓ થાય છે. આ ઉપરાંત પેટમાં અન્ય વિકાર પણ થવા લાગે છે.

વજન વધી શકે છે
લેટ નાઇટ જમવાના કારણે વજન વધવાની સમસ્યા રહે છે. સમયે સમયે ન જમવાથી શરીરનું મેટાબોલિઝમ ધીમું પડે છે. જેના કારણે કેલરી યોગ્ય રીતે બર્ન થઇ શકતી નથી અને શરીરમાં ફેટ વધવા લાગે છે.

શું તમે પણ રાતે 9 વાગ્યા પછી જમો છો? તો આ ગંભીર બિમારીનો થઇ શકો છો શિકાર hum dekhenge news

બ્લડ પ્રેશર
લેટ નાઇટ જમવાથી બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ થવાનો ખતરો વધે છે. લેટ જમવાથી વજન વધે છે. જેના લીધે બ્લડ શુગર અનિયંત્રિત થાય છે. આગળ જતા હાર્ટ અને બ્લડ પ્રેશર સાથે જોડાયેવી પરેશાનીઓ થાય છે.

બ્રેઇન માટે નુકશાનકારક
મોડી રાતે જમવાની અસર બ્રેન માટે ખુબ જ નુકશાનદાયક છે. રાતે ઉંઘ ન આવવાની અને પેટ સાથે જોડાયેવી અન્ય સમસ્યાઓના કારણે બીજા દિવસે એકાગ્રતા અને મેમરી પર પણ તેની અસર પડે છે. રાતના જમવામાં વધુ ફાઇબર વાળુ ખાવુ શ્રેષ્ઠ છે.

Back to top button