અમદાવાદમાં રોડ શો દરમિયાન કેજરીવાલે પંજાબના ફ્રી વિજળી બિલ લોકોની વચ્ચે ફેક્યાં
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને લઈને અમદાવાદમાં આજે પીએમ મોદીની રોડ શો યોજાઈ રહ્યો છે. ત્યારે આ અગાઉ શહેરના સરસપુર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. ત્યારે આ રોડ શોમાં કેજરીવાલ અને માન સાથે હરભજન સિંહ પણ આ રોડ શોમાં જોડાયા છે.
કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. જેમાં રોડ શો દરમિયાન કેજરીવાલે પંજાબના ઝીરો વીજળીના બિલો લોકોની વચ્ચે ફેંક્યા. અને જણાવ્યું હતુ કે ભગવંત માન વીજળી બિલ લઈ આવ્યા છે. 0 વીજળીના બિલ પુરાવા છે જે પંજાબમાં લોકોને તેનો લાભ મળી રહ્યો છે તેમ કહી કેજરીવાલ અને ભગવંત માને 0 વિજળી બિલના પુરાવા લોકો વચ્ચે ફેક્યા હતા.
ભાજપ જાય છે,
આમ આદમી પાર્ટી આવે છે. – @ArvindKejriwal pic.twitter.com/K1nURtBHCi— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) December 1, 2022
આ પણ વાંચો:ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર મતદાન પ્રક્રિયા ધીમી કરવાનો લગાવ્યો આરોપ
કેજરીવાલનો અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલે સરસપુરમાં લોકોને કેમ છો કહીને સંબોધ્યા હતા. આ રોડ શોમાં કેજરીવાલની સાથે ભગવંત માન, હરભજન સિંહ, અને રાઘવ ચઢ્ઢા પણ જોડાયા હતા.