કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

રાજકોટ પોલીસ કમિશનરે મતદારોનો વધાર્યો ઉત્સાહ, કતારમાં ઉભા રહી પત્ની સાથે કર્યું મતદાન

Text To Speech

ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પણ મતદાન કર્યું. પોલીસ કમિશનર હોવા છતાં રાજુ ભાર્ગવ પત્ની સાથે સામાન્ય મતદારોની જેમ કતારમાં ઉભા રહ્યા હતા. ત્યારબાદ, મતદાન કર્યું હતું.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં બુથ નં-36 ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમની પત્ની મીનલ ભાર્ગવ સાથે મતદાન કરવા આવ્યા હતા. અન્ય મતદારોની જેમ પત્ની સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા. એટલું જ નહીં પોલીસ કમિશનરે સિનિયર સિટીઝન મતદારોને પ્રાથમિક્તા આપી. આ સિવાય, બુથ પરના ચૂંટણી સ્ટાફ સાથે વાતચીત કરી વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

ગોંડલમાં મતદાન
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

સામાન્ય નાગરિકની જેમ પત્ની સાથે મતદાન કર્યા બાદ રાજકોટ પોલીસ કમિશર રાજુ ભાર્ગવે મતદાનને નૈતિક ફરજ ગણાવી. દરેક નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી.

Back to top button