કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

રવિન્દ્ર જાડેજાએ મતદાન પહેલાં બાલા સાહેબ ઠાકરેનો વીડિયો શેર કરી કહ્યું- ‘અભી ભી ટાઈમ હૈ…”

Text To Speech

જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ વખતે ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પણ ભાજપના ઉમેદવાર તરીકે પસંદ ઊભા છે. ત્યારે રિવાબાના સમર્થનમાં તેમજ ભાજપના અન્ય નેતાઓને ટેકો આપવા રવિન્દ્ર જાડેજા અનેક જગ્યાએ રોડ શો કર્યા છે. ત્યારે મતદાનના દિવસે રવિન્દ્ર જાડેજાએ બાલ ઠાકરેનો એક વીડિયો શેર કર્યો છે.

‘અભી ભી ટાઈમ હૈ… ‘
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થાય તેના કલાકો પહેલાં જ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે- “અત્યારે પણ સમય છે સમજી જજો ગુજરાતીઓ.” ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં બાલ ઠાકરે બોલી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત પણ ગયું. આ અંગે જાડેજાએ લોકોને સમજાવતો વીડિયો શેર કર્યો છે. તેમણે આડકતરી રીતે ભાજપને સમર્થન આપવા સંકેત આપ્યો છે.

હાલ રાજકીય મેદાનમાં જાડેજાની ફટકાબાજી
રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર જઈ શક્યા નહોતા. તે એશિયા કપ પણ રમી શક્યા ન હતા. ત્યારપછી તે ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માંથી પણ બહાર થઈ ગયા હતા. જો કે રિવાબાને ટિકિટ આપી ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની નવી ઈનિંગ રાજકીય પીચ પર જોવા મળી છે. રિવાબાને જીતાડવા રવિન્દ્ર જાડેજા એડીચોટીનું જોર લગાવ્યું, અને ઠેર-ઠેર રોડ શો કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો. જો કે રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેને કોંગ્રેસને સમર્થન આપી રહ્યાં છે.

કોંગી ઉમેદવારને વિજય બનાવવા વિનંતીઃ અનિરુદ્ધસિંહ જાડેજા
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયો દ્વારા જણાવ્યું કે, હાલ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે તેમાં જામનગરના ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર બીપેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર એવા મારા નાના ભાઈ જે રાજપુત સમાજના ખાસ વ્યક્તિ છે તેઓને વિજય બનાવવા મારી નમ્ર વિનંતી છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ ભાજપના ઉમેદવાર રિવાબાના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી છે. જેને લઈ રાજકારણ હાલ ગરમાયું છે.

Back to top button