ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

મતદાનની આગલી રાત્રે નવસારી ભાજપ ઉમેદવાર પર હુમલો

Text To Speech

મતદાનની આગલી રાત્રે નવસારીમાં ઝરી ગામે વાંસદા બેઠકના ભાજપ ઉમેદવાર પીયૂષ પટેલ પર હુમલો થયો છે. અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે પીયૂષ પટેલ અને તેમના સમર્થકો ઉપર હુમલો કર્યો હતો. પીયૂષ પટેલ ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પીયૂષ પટેલ ઉપર હુમલાની સાથે તેમની કારમાં પણ તોડફોડ કરાઈ હતી. મોડી રાત્રે થયેલા હુમલામાં પીયૂષ પટેલના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભાજપ ઉમેદવાર પીયૂષ પટેલ પર હુમલો
ભાજપ ઉમેદવાર પીયૂષ પટેલ પર હુમલો

આજે 788 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

આજે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે 6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં આજે પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Back to top button