અમદાવાદમાં ચૂંટણી ટાણે જ વધી આ બીમારી, આરોગ્ય વિભાગ થયું સક્રિય
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં 250થી પણ બધું કેસો ઓરી અને અછબડાના નોધાયા છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગે સક્રિય રીતે કામગીરી શરુ કરી છે.
અમદાવાદ શહેરમાં ઓરી-અછબડાના કેસોમાં વધારો થયો છે. વાત કરીએ જો છેલ્લા 2 મહિનાની તો બે મહિનામાં 250 જેટલા કેસ સામે આવ્યા છે. વધતા જતા કેસોને જોઇને આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. ઓરી- અછબડાના કેસોમાં ઉછાળ આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને રસી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શહેરના દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, રામોલ, બહેરામપુર, દરિયાપુર, સંકલિતનગર, વેજલપુર, સરખેજ જેવા વિસ્તારોમાં કેસ નોધાયા છે.
કેમ બાળકોમાં પણ જોવા મળે છે આ રોગ ?
ઓરી-અછબડા વાયરલ અને ચેપી રોગ છે. જેથી બાળકોમાં આ રોગ વધુ જોવા મળે છે. મળતી માહિતી અનુસાર 6 થી 8 વર્ષાના બાળકોમાં વધુ જોવા મળે છે. તેની સાથે -સાથે આ બીમારીમાં જો દર્દીની ઉંમર વધુ હોય તો તેને વધુ પીડા પણ થાય છે. તેમજ આ એવી બીમારી છે કે જ એક વખત થાય પછી બીજીવાર થતી નથી.
આ પણ વાંચો :શ્રદ્ધા હત્યાકાંડઃ પૉલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ, હત્યા કર્યાની આફતાબની કબૂલાત
ઓરી-અછબડાના લક્ષણો :
ઓર-અછબડામાં શરૂઆતમાં તાવ આવે છે જે સામાન્ય રીતે અમુક લોકોમાં જ જોવા મળે છે. તેમજ સામાન્ય શરદી જેવું પણ રહે છે. શરીર પર સફેદ નાના મોટી જેવા ઉપસેલા ફોલ્લા દેખાય છે. જે શરીરના દરેક અંગ પર જોવા મળે છે. તેમજ ચહેરા પર પણ જોવા મળે છે. આ બીમારી દરમિયાન સામાન્યથી ભારે થાવ પણ આવી શકે અને નબળાઈ અનુભવાય છે. તેમજ બે-ત્રણ દિવસ પછી એ ફોલ્લા થોડા મોટા થાય છે. તેમજ આમાં પણ ઉંમર પ્રમાણે તેની અસર થતી હોય છે. જેમ અમોતી ઉંમર હશે તો આ ફોલ્લા પણ મોટા જોવા મળે છે. તેમજ તેની સાથે સામાન્ય ખજવાળ પણ અનુભવાય છે.