ટ્રેન્ડિંગમનોરંજન

‘The Kashmir Files’ પર વિવાદાસ્પદ નિવેદન બાદ નાદવ લેપિડની સ્પષ્ટતા

Text To Speech

ગોવામાં 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI 2022)માં ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે મુખ્ય નિર્ણાયક તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે બોલિવૂડની ફિલ્મ ‘The Kashmir Files’ને વાહિયાત અને પ્રોપેગન્ડા ગણાવી હતી. નાદવના નિવેદન બાદ વિવાદ ઉભો થયો અને આ ઈઝરાયેલના ડાયરેક્ટરની ટીકા થઈ હતી. આ બધા વચ્ચે નાદવ લેપિડે પોતાના વિવાદિત નિવેદનને લઈ સાચું કારણ આપ્યું છે.

નાદવ લેપિડે ‘The Kashmir Files’ પર શા માટે નિવેદન આપ્યું?

ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે આપેલા એક ઈન્ટરવ્યુમાં IFFI 2022 દરમિયાન ‘The Kashmir Files’ પર નિવેદન આપવા વિશે વાત કરી છે. નાદવ લેપિડે કહ્યું છે કે- ‘મને ખબર હતી કે આ એક એવી ઘટના છે, જે દેશ સાથે સંબંધિત છે. આવું નિવેદન આપવું મારા માટે સરળ નહોતું. જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે મેં તેને ઈઝરાયલ સમાન કલ્પના કરી હતી.

જે અત્યારે ત્યાં હાજર નથી, પરંતુ આવનારા સમયમાં ચોક્કસ હાજર રહી શકે છે. હું એવી જગ્યાનો છું જ્યાં મારી જાતમાં કોઈ સુધારો નથી. આ કરતા પહેલા હું ભયભીત અને બેચેન હતો. આ પ્રકારની ફિલ્મ ડિસ્ટર્બ કરે છે. આ મુદ્દાઓ પર કોઈ વાત કરવા માંગતું નથી, તેથી મારે ઉભા થવું પડ્યું અને મેં કર્યું. મારા ભાષણ પછી, ફંક્શનમાં હાજર લોકોએ પણ મારો આભાર માન્યો.

નાદવ લેપિડની ટીકા

‘The Kashmir Files‘પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નાદવ લેપિડની સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ આકરી ટીકા થઈ રહી છે. બોલિવૂડની તમામ હસ્તીઓ નાદવ લેપિડની ટીકા કરી રહ્યા છે. આટલું જ નહીં, ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પણ આ ઈઝરાયલી ફિલ્મમેકર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેની સામે ઓપન લેટર પણ લખ્યો હતો.

Back to top button